ગુજરાતના રમતવીરો ખેલકૂદ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરાયા છે જેની ફળશ્રુતી રુપે અનેક ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધીઓ હાંસીલ કરી છે. તો આજે આવો જાણીએ નર્મદા જિલ્લાના એક માત્ર રાઈફલ શુટિંગ પ્લેયર સરફરાજ દેસાઈની શાનદાર સફર…
આ છે નર્મદા જિલ્લાના એક માત્ર ૫૦ મીટર રાઈફલ શુટિંગ પ્લેયર શ્રી સરફરાજ દેસાઈ… તેમની જીદે તેમને સફળતાના શિખર સુધી પહોંચાડ્યા છે.. ધોરણ ૮ માંથી રાઈફલ શુટિંગની સફર શરુ કરીને પેશનથી પ્રોફેશનલ પ્લેયર બન્યા છે.મેં મારી શુટીંગ જર્નીની શરુઆત ધોરણ 8માં એન.સી.સીમાં કેમ્પ કર્યો અને શુટીંગમાં ઈન્ટરસ્ટ આવ્યો પછી મેં કોલેજમાં થલ સૈનિક કેમ્પ કર્યો હતો તેમાં શુટીંગમાં સારુ એવુ પરફોર્મન્સ કરેલું. આઈએસએસએફ છે તેની કોમ્પિટિશનમાં ગુજરાતના ટોપ શુટરો તેમની સાથે સહભાગી થયો હતો ૫૭૧ સ્કોર કર્યો અને ૮ મો રેન્ક પ્રાપ્ત કર્યો હતો. આગળ પણ આપણા જિલ્લાનું નામ રોશન થાય ગોલ્ડ મેડલ મળે તે રીતની મારી તૈયારી રાખીશ)
સરફરાજ દેસાઈની આ સફરમાં જિલ્લા રમત-ગમત વિભાગે માર્ગદર્શન અને મદદ પુરી પાડી છે. નર્મદા જિલ્લામાંથી તેજસ્વી તારલાઓ રમતક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડે તે માટે ખાસ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવ્યું છે. જેનો વધુમાં વધુ લાભ લેવા માટે જિલ્લાના બાળકો, નવયુવાનોને જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીએ અનુરોધ કર્યો છે.
વિવિધ રમતમાં જે ખેલાડીઓ પોતાનું પ્રભુત્વ બતાવવા માંગે છે તેમને મારી નમ્ર અપીલ છે કે નર્મદા જિલ્લામાં રમત માટે સુવિધાઓ ઉપલ્બધ છે જેની તમામ ખેલાડીઓ, બાળકો, યુવાધનને વિનંતી છે કે તેનો ભરપુર ઉપયોગ કરો.આમ, રાજ્યના છેવાડાના વિદ્યાર્થીઓમાં ખેલકુદની ભાવના વિકસે અને રમતક્ષેત્રે આગળ વધે તે માટે સરકારશ્રીએ કરેલ શક્તિદુત યોજના, ખેલ મહાકુંભ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર સહિતના પ્રસાયો સાર્થક નિવડ્યા છે.