અમદાવાદના એસજી હાઇવે પર તથ્ય પટેલ હિટ એન્ડ રન (Tathya Patel hit and run) જેવી જ ઘટના આણંદમાં (Anand) બની છે. ગત પહેલી ફેબ્રુઆરીએ મોડી રાત્રે આણંદ જિલ્લામાં નશામાં ધૂત નબીરાએ બેફામ કાર હંકારી 7 લોકોને અડફેટે લીધા હતા, જેમાંથી 4 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. ઘટના બાદ પોલીસે આરોપીને ઝડપી લીધો હતો અને પોલીસે અકસ્માત સર્જનાર સહકારી આગેવાનના પુત્ર જેનિસ પટેલ (Jenish Patel) સામે IPC કલમ 304 (સાપરાધ માનવ વધ) હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપી ત્રણ દિવસના રિમાન્ડ પર હતો તેના રિમાન્ડ પુરા થતા ગઈ કાલે પોલીસે જેનિશ પટેલને કોર્ટમાં રજુ કર્યો હતો. અને નામદાર કોર્ટના હુકમથી જેનિશ પટેલને આણંદની સબ જેલમાં ધકેલાયોછે.
આણંદ જિલ્લાના નાપાડ ગામ પાસે અકસ્માત સર્જનાર જેનીશ પટેલ જેલ હવાલે કરવામા આવ્યો છે. ગત પહેલી ફેબ્રુઆરીએ મોડી રાત્રે જેનીશ પટેલે નશાની હાલતમાં કાર હંકારી સાત લોકોને અડફેટે લીધા હતાં. આ ઈજાગ્રસ્ત સાત લોકોમાંથી ચાર લોકોના મોત થયા હતા. ઘટના બાદ પોલીસે જેનીશ પટેલની ખાનગી હોસ્પિટલમાંથી ધરપકડ કરી હતી અને સૌપ્રથમ પોલીસે જેનીશ પટેલના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા ત્યારે જેનીશ પટેલના રિમાન્ડ પુરા થતા ગઈ કાલે પોલીસે જેનિશ પટેલને કોર્ટમાં રજુ કર્યો હતો. જ્યાં નામદાર કોર્ટના હુકમથી જેનિશ પટેલને આણંદની સબ જેલમાં ધકેલાયો છે.