જૂનાગઢમાં (Junagadh) ભડકાઉ ભાષણ આપનાર મૌલાના મુફ્તી સલમાનને (maulana mufti salman azhari ) રાજકોટ મધ્યસ્થ જેલ (Rajkot Central Jail) ખાતે લાવવામાં આવ્યો હતો. અને હવે મૌલાના મુફ્તી સલમાન અઝહરીને કચ્છ પોલીસને સોંપવામાં આવ્યો છે. કચ્છના સામખીયાળીના કેસમાં ટ્રાન્સફર વોરંટના આધારે તેની ધરપકડ કરવામાં આવી છે. કચ્છ પોલીસે (Kutch Police) મૌલાના મુફ્તી સલમાનનો કબ્જો લીધો છે અને આજે મૌલાનાને ભચાઉ કોર્ટમાં રજૂ કરાશે જ્યાં કચ્છ પોલીસ મૌલાનાના રિમાન્ડ માંગશે
જુનાગઢમાં મૌલાના મુફ્તી પર ભડકાઉ ભાષણ આપવાનો કેસ ચાલી રહ્યો છે આ મામલે મૌલાના સહિત 3 આરોપીની ધરપકડડ કરાઈ હતી. ત્યારે મૌલાના મુફ્તી સહિત ત્રણેય આરોપીઓએ કોર્ટમાં જામીનની અરજી દાખલ કરી હતી જેને લઈને જુનાગઢ કોર્ટમા સુનાવણી થઈ હતી. જેમાં જુનાગઢ કોર્ટ દ્વારા મૌલાના મુફ્તી સહિત ત્રણેય આરોપીઓના શરતી જામીન મંજુર કરાયા છે. જો કે જુનાગઢ કોર્ટમાંથી જામીન આપવામા આવ્યા છે પરંતુ કચ્છના સામખીયાળીમાં પણ તેની સામે કેસ ચાલી રહ્યો છે જેથી તેને રાજકોટ મધ્યસ્થ જેલમાંથી કચ્છ પોલીસને સોંપવામાં આવ્યો છે. આમ તેને જામીન મળવા છતા તેને જેલમાં રહેવું પડશે.
મૌલાના મફ્તીને હાલ જૂનાગઢ બી ડિવિઝનમાં નોંધાયેલા ગુનામાં જુનાગઢ કોર્ટ દ્વારા શરતી જામીન આપી દેવામાં આવ્યા છે પરંતુ હાલ તેને રાજકોટ મધ્યસ્થ જેલમાં લાવવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે, મૌલાના વિરુદ્ધ ભડકાઉ ભાષણની કચ્છના સામખિયાળી પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. જેમાં સભાના આયોજકો સામે પણ ફરિયાદ નોંધાઈ છે. ગુલશને મામદી ટ્રસ્ટ દ્વારા 31 જાન્યુઆરીએ સામખિયાળીમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમા મૌલાનાએ શાંતિ ભંગ કરનારા અને કોમી એખલાસ ડહોળનારા ઉશ્કેરણીજનક વિવાદીત નિવેદનો આપ્યા હતા. ત્યારે હવે રાજકોટ મધ્યસ્થ જેલમાંથી મૌલાના મુફ્તી સલમાન અઝહરીને કચ્છ પોલીસને સોંપવામાં આવ્યો. કચ્છના સામખીયાળીના કેસમાં ટ્રાન્સફર વોરંટના આધારે તેની ધરપકડ કરવામાં આવી છે. એટલે કે કચ્છ પોલીસ રાજકોટ મધ્યસ્થ જેલ પાસેથી મૌલાના મુફ્તી સલમાનની ટ્રાન્સફર કસ્ટડી લીધી છે. આજે મૌલાનાને ભચાઉ કોર્ટમાં રજૂ કરાશે જ્યાં કચ્છ પોલીસ મૌલાનાના રિમાન્ડ માંગશે.
ઉલ્લેખનીય છે કે આ કેસને લઈને મૌલાના મુફ્તીના 1 દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા.જે રિમાન્ડ દરમિયાનની તપાસમાં ખુલાસાઓ થયા છે કે મૌલાના મુફ્તીની 31 મી જાન્યુઆરીના રોજ સભાનુ આયોજન જે અલ અઝીમ ચેરીટેબલ ટ્રસ્ટના નામથી કરાયુ હતુ. તે અલ અઝીમ ચેરીટેબલ ટ્રસ્ટ રજીસ્ટર જ નથી. આ સાથે તે પણ ખુલાસો થયો છે કે ટ્રસ્ટની 52 લાખની રકમમાથી 27.75 લાખ રકમ મૌલાના મુફ્તીએ વ્યક્તિગત ઉપયોગમાં કર્યો છે. ત્યારે પોલીસ હવે એ દિશામાં તપાસ કરશે કે તે રકમ ક્યા વાપરી છે. સાથે જ મૌલાનાના ટ્રસ્ટ અલ અમન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલટ્રસ્ટના એકાઉન્ટની પણ તપાસ કરવામાં આવશે. આ કેસની તપાસમાં સભાના બન્ને આયોજકોના મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યા છે. અને પોલીસ જપ્ત કરાયેલા મોબાઈલની તપાસ કરશે. જેમાં પણ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.