ઉત્તરપ્રદેશથી દિલ્હી કૂચ કરી રહેલાં ખેડૂતોની પોલીસે નોઈડામાં અટકાયત કરી હતી જ્યારે તેઓ ચિલ્લા બોર્ડર તરફ આગળ વધી ગયાં હતાં. મહામાયા ફ્લાઈઓવરની પાસે નોઈડાનાં દલિત પ્રેરણા સ્થળની પાસે આ ખેડૂતોની અટકાયત કરવામાં આવી. જેના લીધે આ સ્થળે ખેડૂતોનો ચક્કાજામ થઈ ગયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસે અહીંનાં રૂટ્સને પહેલા જ ડાયવર્ટ કરી દીધું હતું. ક્રેન, બુલડોઝર, વ્રજ વાહન અને ડ્રોન કેમેરાથી દેખરેખ પણ કરવામાં આવી હતી. ખેડૂતોનાં વિરોધ પ્રદર્શનને જોતાં દિલ્હી-નોઇડા બોર્ડર પર લાંબા સમય સુધી જામ લાગેલો હતો. અનેક રૂટ્સને ડાયવર્ટ કરી દેવામાં આવ્યું જેથી લોકોને થોડી ઓછી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. દિલ્હી -નોઇડા ચિલ્લા બોર્ડર પર સિક્યોરિટી પણ વધારી દેવામાં આવી છે. પોલીસ સતત ખેડૂતોની સાથે વાત કરી રહી છે જેથી તેઓ પોતાનું પ્રદર્શન રોકી દે.
કિસાન સંગઠન ડિસેમ્બર 2023થી નોઇડા અને ગ્રેટર નોઇડા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા સંપાદિત કરવામાં આવેલી તેમની જમીનના બદલામાં વળતર અને પ્લોટની માંગને લઈને વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોએ પોતાની માંગોને લઈને રાજ્ય સરકાર અને સ્થાનીક પ્રશાસન પર દબાણ વધારવા માટે 7 ફેબ્રુઆરીનાં ખેડૂત મહાપંચાયત પણ બોલાવી હતી. 8નાં રાજધાની દિલ્હીમાં સંસદ સુધી વિરોધ માર્ટ નિકાળવાનું એલાન કર્યું હતું.
નોઇડા અને ગ્રેટર નોઈડામાં સેક્શન 144 લાગૂ કરવામાં આવ્યું છે જ્યારે તમામ બોર્ડરોને 24 કલાક માટે સીલ પણ કરી દેવામાં આવી છે. કોઈપણ પ્રકારની અપ્રિય ઘટનાને રોકવા માટે પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે તેઓ સતત ખેડૂતો સાથે વાત કરી રહ્યાં છે અને નોઈડામાં આવનારી તમામ ગાડીઓની ચેકિંગ પણ કરવામાં આવી રહી છે.
ખેડૂતોનું કહેવું છે કે” સત્તાધીશો દ્વારા ખેડૂતોની સમસ્યાને ગંભીરતાથી લેવામાં આવી રહ્યું.” કિસાન સભાનાં જિલ્લા અધ્યક્ષ રૂપેશ વર્માએ કહ્યું કે,” ગૌતમ બુદ્ધ નગરમાં ત્રણેય સત્તાધીશોમાં ખેડૂતોની પરેશાનીઓનાં મુદા એક જેવા છે.”