અમરેલી જિલ્લાના બાબરાના ધરાઈ ગામમાં આવેલી બાલમુકુંદ હવેલીના ટ્રસ્ટીઓ દ્વારા હવેલીના વૃદ્ધ મહિલા ટ્રસ્ટીના બંધ મકાનના તાળા તોડી સામાન બહાર ફેંકી મકાન તોડી નાખવામાં આવ્યું હતું.સાત મહિના પહેલા બનેલા આ બનાવ મામલે આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પણ આરોપીઓની ધરપકડ ન થતા આજે ગામના આગેવાનોએ પોલીસ અને મામલતદારને આવેદનપત્ર પાઠવી વૃદ્ધાને ન્યાય અપાવવા રજૂઆત કરી હતી.
અમરેલી જિલ્લામાં આવેલ બાબરાના ધરાઇ ગામમા આવેલી બાલમુકુન્દ હવેલીના ટ્રસ્ટીઓ દ્વારા હવેલીના વૃદ્ધ મહિલા ટ્રસ્ટી બહાર ગામ ગયા હતા ત્યારે ટ્રસ્ટીઓ વૃદ્ધાના બંધ મકાનના તાળા તોડી ઘર સમાન બહાર ફેંકી જેસીબી દ્વારા વૃદ્ધાનું મકાન તોડી રોકડ અને દાગીના ટ્રસ્ટીઓ લઈ ગયા હતા. ત્યાર બાદ વૃદ્ધ મહિલા પોલીસ ફરિયાદ દાખલ કરવા ભટકી રહ્યા હતા પરંતુ પોલીસે સાત મહિના સુધી પોલીસ ફરિયાદ દાખલ કરી ન હતી. આખરે પાંચ દિવસ પહેલા વૃદ્ધ મહિલાની ફરિયાદ લેવામાં આવી છે. ત્યારે પોલીસની કાર્યવાહી સામે સવાલ ઉઠી રહ્યા છે. ફરિયાદ દાખલ કરવામાં આવી છતા આરોપીઓને પકડવામાં નહિ આવતા આગેવાનોએ રોષ સાથે મોટી સંખ્યામાં બાબરા ખાતે એકત્ર થઈ મામલતદાર અને પોલીસ અધિકારીને આવેદન પત્ર આપી કડક કાર્યવાહીની માગ કરી છે.