વર્ષોની પ્રતીક્ષા બાદ અને સુપ્રીમ કોર્ટના ફેસલા બાદ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે. આ રામ મંદિરમાં ભગવાન શ્રીરામના દર્શન કરવા માટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી તેમના ધર્મ પત્ની અને માતા-પિતા સાથે અયોધ્યા પહોંચ્યા હતા. તેમની સાથે સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજી પણ તેમની ધર્મ પત્ની સાથે અયોધ્યાના રામ મંદિર ખાતે પ્રભુ શ્રીરામના દર્શન કરવા માટે પહોંચ્યા હતા.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ એક ટ્વીટ દ્વારા માહિતી આપતા કહ્યું હતું કે, માતા પિતા અને પત્ની સાથે તેઓએ આજે અયોધ્યા પહોંચીને શ્રી રામ મંદિરમાં રામલલ્લાજીના દર્શન કર્યા હતા અને સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું. સાથે સાથે ભગવંત માનજી પણ તેમના પરિવાર સાથે પધાર્યા હતા. સૌએ મળીને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામજીના દર્શન કરીને સમગ્ર માનવતાના કલ્યાણ માટેની પ્રાર્થના કરી.