અબુ ધાબીના ઐતિહાસિક BAPS હિન્દુ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા અને લોકાર્પણનો અવસર સમગ્ર વિશ્વ માટે સંવાદિતા, સ્નેહ અને સહિષ્ણુતાનો સંદેશ લઈને આવી રહ્યો છે. BAPS સ્વામિનારાયણ સંસ્થાએ પોતાની અદભુત મેનેજમેન્ટ ક્ષમતા અને પવિત્ર હેતુ સાથે આ મંદિર નિર્માણ કર્યું છે. આ તરફ હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અબુધાબીમાં છે. આ દરમિયાન અહલાન મોદી કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતી વખતે PM મોદીએ કહ્યું કે, 2015માં સંયુક્ત આરબ અમીરાત (UAE)ના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને મોદીને કહ્યું હતું કે, જે પણ જમીન પર આંગળી ચીંધશો, હું આપીશ’. આ સાથે તેમણે કહ્યું કે જ્યારે તેમણે 2015માં પહેલીવાર UAEની મુલાકાત લીધી હતી અને મંદિર માટે પ્રસ્તાવ મૂક્યો હતો, ત્યારે ક્રાઉન પ્રિન્સ નાહ્યાને એક ક્ષણ પણ બગાડ્યા વિના પ્રસ્તાવ માટે હા પાડી હતી.
PM મોદી બુધવારે (14 ફેબ્રુઆરી) બસંત પંચમીના દિવસે અબુધાબીમાં એક ભવ્ય મંદિરનું ઉદ્ઘાટન કરશે. ગઈકાલે તેઓ સંયુક્ત આરબ અમીરાત (UAE)ની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતી વખતે તેમણે યુએઈના ક્રાઉન પ્રિન્સ નાહયાન સાથે જોડાયેલી ઘટનાને યાદ કરી અને કહ્યું કે જ્યારે તેમણે મંદિરનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે નાહ્યાને કહ્યું હતું કે તમે જે પણ જમીન પર આંગળી ચીંધશો, હું આપીશ. ગઈકાલે અહીં ‘અહલાન મોદી’ નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. PM મોદીએ અહીં કહ્યું કે તેઓ વડાપ્રધાન બન્યાના થોડા સમય બાદ 2015માં પહેલીવાર UAE ગયા હતા. પછી તેમણે પ્રિન્સ નાહયાનને અબુ ધાબીમાં મંદિર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો, જે પ્રિન્સે એક ક્ષણ પણ બગાડ્યા વિના પસાર કર્યો.
PM મોદીએ કહ્યું, મને 2015માં UAEની મારી પહેલી મુલાકાત યાદ છે. જ્યારે હું થોડો સમય કેન્દ્રમાં હતો. ત્રણ દાયકા પછી ભારતીય વડાપ્રધાનની UAEની આ પ્રથમ મુલાકાત હતી. મુત્સદ્દીગીરીની દુનિયા મારા માટે નવી હતી. તે સમયે તત્કાલિન ક્રાઉન પ્રિન્સ અને આજના રાષ્ટ્રપતિએ તેમના પાંચ ભાઈઓ સાથે એરપોર્ટ પર મારું સ્વાગત કર્યું હતું. હું તેसની હૂંફ અને તેની આંખોમાંની ચમકને ક્યારેય ભૂલી શકતો નથી. તે સ્વાગત મારા એકલા માટે નહીં પરંતુ 140 કરોડ ભારતીયોનું હતું.