ગુજરાતમાં આગામી 27 ફેબ્રુઆરીએ રાજ્યસભાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે ભાજપે પોતાના ચાર ઉમેદવારો જાહેર કરી દીધા છે. જેમાં જે.પી. નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને જસવંતસિંહ પરમારે ઉમેદવારી નોંધાવી દીધી છે. જોકે, ઉમેદવારી પત્ર ભરે એ પહેલા વિધાનસભા ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોનો જમાવડો જામ્યો હતો. ઢોલ-નગારાના તાલે ચારેય ઉમેદવારો ઉમેદવારી નોંધાવી હતા. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.ચારેય ઉમેદવારોએ વિજય મુહર્તમાં ફોર્મ ભર્યા હતા
રાજ્યસભાના ચાર ઉમેદવારમાંથી ત્રણ ઉમેદવાર ગુજરાતી છે, જ્યારે એક આયાતી એવા જે.પી.નડ્ડા છે. રાજ્યમાંથી ઝોનવાઇઝ પ્રતિનિધિત્વની વાત કરીએ તો ગોવિંદ ધોળકિયા મૂળ સૌરાષ્ટ્રના છે અને હાલ સુરતમાં રહેતા હોવાથી તેઓ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરશે તેમજ જશવંતસિંહ પરમાર મધ્ય ગુજરાતનું અને મયંક નાયક ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.