ભાજપે ગુજરાતના ચાર ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા, મયંક નાયક (Mayank Nayak) અને જસવંતસિંહ પરમારને ઉમેદવાર જાહેર કર્યા છે. આ વખતે ગુજરાતમાં ભાજપે ચાર ઝોન એક સાથે સાચવી લીધા છે. રાજ્યસભા ઈલેક્શનમાં ભાજપે ‘નો રિપીટ થિયરી’ અપનાવી છે. સાથે જ આ વખતે ગુજરાતમાં ભાજપે ઉમેદવાર તરીકે ચાર નવા નામ જાહેર કરી સહુને સરપ્રાઈઝ આપી છે.
ઉત્તર ગુજરાતના ભાજપ અગ્રણી મયંક નાયક એક સામાન્ય પરિવારમાંથી આવે છે. એક સમયે ડબલ એન્જીનીયર થયેલા મયંક નાયકે યોગ્ય પગાર ન મળતા રીક્ષા ચલાવવાનું પસંદ કર્યું હતું. પોતાના ઘરનું ગુજરાન ચલાવવા તેમણે રીક્ષા પણ ચલાવી અને તેઓ ભાજપ માટે છેલ્લા 20 વર્ષથી કામ કરી રહ્યા છે. આ દરમિયાન ક્યારેય તેમને કોઈ પાસે કંઈ પણ પ્રકારની માંગણી કરી નથી. તેઓ સતત ભાજપ માટે કાર્ય કરતા રહ્યા. મયંક નાયકના માટે સંઘર્ષ દિવસોની ગાથા વર્ણવી.બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને ઉત્તર ગુજરાતના અગ્રણી મયંક નાયકને પણ રાજ્યસભાની લોટરી લાગી છે. મયંક નાયક ગુજરાતના ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચાના પ્રમુખ છે. મારી માટી મારો દેશ અભિયાનના ઈન્ચાર્જ હતા. તેમણે મંડળ સ્તરથી પ્રદેશ સ્તર સુધી જવાબદારી નિભાવી. મહેસાણા ભાજપનો અગ્રણી ચહેરો ગણાય છે મયંક નાયક.