તળાજા ખાતે યોજાયેલ આહીર સમાજના સમૂહ લગ્નમાં સમાજના અગ્રણી ગીગાભાઇ ભમ્મરે ચારણ ગઢવી સમાજ અને સોનલમાં વિષે આયોગ્ય ભાષા માં ઉચ્ચારણ કર્યા હતા એટલુંજ નહિ પણ આકરી ટીપા ટિપ્પણી કરી હતી ત્યારબાદ ચારણ ગઢવી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે સમાજના અગ્રણીઓ અને લોક્શાહીત્યકારો એ આ નિવેદનને વખોડી કાઢ્યું છે રાજભા ગઢવી ગિરીશઆપા જીતુદાન ગઢવી ઘનશ્યામભાઈ મોડ બળવંતસિંહ બાતી દિલીપભાઈ સિલગા સહિતના લોકોએ પગલાં લેવાની માંગણી કરી છે બને સમાજ વચ્ચે વિવાદ વધતા આહીર સમાજ વતી લોક સાહિત્યકાર માયાભાઇ આહીર સામે આવ્યા અને તેમણે ચારણ ગઢવી સમાજની માફી માંગી માયાભાઈએ કહ્યું કે હું સમગ્ર આહીર સમાજ વતી માફી માંગુ છું પણ ચારણ ગઢવી સમાજ આ બાબતે હવે પીછેહટ કરવા તૈયાર નથી