હવે એ સમય પણ દૂર નથી કે જ્યારે તમારે મોબાઈલ રિચાર્જની જેમ ઇલેક્ટ્રિક મીટર પણ રિચાર્જ કરવા પડશે. કેમ કે આવા જ સ્માર્ટ મીટર રાજ્યમાં અને તેમાં પણ અમદાવાદમાં લાગવાની શરૂઆત થઈ ચૂકી છે. વીજળીના વધુ ઉપયોગને કંટ્રોલ કરવા તેમજ અન્ય સમસ્યાઓને નિવારવા માટે રાજ્ય સરકાર દ્વારા આ કોન્સેપટ લાવવામાં આવ્યો છે. જે પ્રોજેકટને મંજૂરી આપતા રાજ્યમાં તેની અમલવારી શરૂ કરાઈ છે. જે અમલવારી શરૂ થતાં રાજ્યમાં કેટલાક વિસ્તારમાં હવે સ્માર્ટ ઇલેક્ટ્રિક મીટર લગાવવાની શરૂઆત કરી દેવાઈ છે. જેમાં દહેગામમાં મીટર લગાવાયા છે. આ સાથે જ અમદાવાદમાં પ્રથમ નરોડા વિસ્તારમાં UGVCL દ્વારા આ મીટર લગાવવાની શરૂઆત કરી દેવાઈ છે. જ્યાં UGVCL દ્વારા નરોડામાં પાયલોટ પ્રોજેકટ હેઠળ આવા 170 ઉપર સ્માર્ટ ઇલેક્ટ્રિક મીટર લગાવાયા છે. કેન્દ્ર સરકારના RDSS એટલે કે રિવેમ રીફોર્મ લિંક રિઝલ્ટ બેઝ ડિસ્ટ્રીબ્યુશન સેકટર સ્કિલ પ્રોજેકટ હેઠળ આ કામગીરી કરાઈ રહી છે. જે મીટર શરૂ થતા પહેલા રિચાર્જ કરો અને બાદમાં વીજળી નો ઉપયોગ કરો તેવી પ્રક્રિયા જોવા મળશે.
સ્માર્ટ મીટર સામાન્ય મીટર જેવા જ છે. પણ તે મીટર ને સ્માર્ટ બનાવવા તેમાં RF વાયરલેસ સિસ્ટમ જેને રેડિયો ફ્રીવનસી કહેવાય તેની એક ચિપ લગાવાઇ છે. જેનાથી મીટર રિચાર્જ કરી વીજ પાવરનો ઉપયોગ કરી શકાશે. જે સિસ્ટમ ઓપરેટ કરવા અંદાજે 200 કનેક્શન પર એક DCU ( ડેટા કાનસેન્ટરેટર યુનિટ ) સિસ્ટમ ફિટ કરાશે. જે સેટેલાઇટ સાથે કનેક્ટ હોય છે. જેના થકી દરેક કનેક્શન ધારકના મીટરના ડેટા પર મોનીટરીંગ થાય છે. અને તેની મદદથી અને સિસ્ટમની મદદથી વીજ કંપની અને ગ્રાહક એપ્લિકેશન મારફતે જાતે પણ દરરોજ કેટલા યુનિટ વપરાયા, દરરોજ કેટલા યુનિટના કેટલા નાણાં થયા. કેટલું રિચાર્જ કરાવ્યું અને ક્યારે રિચાર્જ કરવાનું જેવી વિવિધ માહિતી મેળવી શકે છે. તેમજ રિચાર્જ પૂર્ણ થવા આવે એટલે મેસેજ પણ ગ્રાહક ને જાય છે કે રિચાર્જ પૂર્ણ થવા આવ્યું તો જલ્દી રિચાર્જ કરાવી શકાય. જેથી વીજ પુરવઠો ખોરવાય નહિ. કેમ કે રિચાર્જ પૂર્ણ થતાં વીજ પુરવઠો આપોઆપ બંધ થઈ શકે છે. જે નવી સુવિધાને લોકો વધાવી રહ્યા છે. જોકે જેઓ સ્માર્ટ મોબાઈલ ઉપયોગ નથી કરી શકતા કે ઉપયોગ કરવાનું જાણતા નથી તેવા લોકોને હાલાકી પડી શકે છે તેવું પણ લોકોનું માનવું છે.
રાજ્યમાં અમદાવાદમાં પ્રથમ નરોડા તેની સાથે દહેગામ અને અન્ય સ્થળે હાલ આ સ્માર્ટ મીટર લગાવાઇ રહ્યા છે. જે મીટરને લઈને હાલ પોલિસી મેટર ચાલતી હોવાથી તેનો રેગ્યુલર મીટર તરીકે ઉપયોગ કરાઈ રહ્યો છે. જે પોલિસી મેટરમાં યુનિટ દીઠ કેટલો દર રાખવા જેવી વિવિધ બાબતે નિર્ણય લેવાઈ શકે છે. જેથી વીજ કંપની અને ગ્રાહક ને હાલાકી ન પડે. જે પોલિસી મેટર ક્લિયર થતા સ્માર્ટ મીટર શરૂ કરી દેવાશે. એટલે કે લોકોએ હવે સ્માર્ટ ઇલેક્ટ્રિક મીટરની ટેવ પાડતા શીખી લેવું પડશે.