તળાજા ખાતે યોજાયેલ આહીર સમાજના સમૂહ લગ્નમાં સમાજના અગ્રણી ગીગાભાઇ ભમ્મરે ચારણ ગઢવી સમાજ અને સોનલમાં વિષે આયોગ્ય ભાષા માં ઉચ્ચારણ કર્યા હતા એટલુંજ નહિ પણ આકરી ટીપા ટિપ્પણી કરી હતી ત્યારબાદ ચારણ ગઢવી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે સમાજના અગ્રણીઓ અને લોક્શાહીત્યકારો એ આ નિવેદનને વખોડી કાઢ્યું છે હવે સમાજના અગ્રણીઓએ અમદાવાદ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરાવી છે સમાજના અગ્રણી ઘનશ્યામભાઈ મોડ ઘનશ્યામભાઈ મોડ, બળવંતસિંહ બાટી, મહેશભાઈ વરસડા, અશોકભાઈ બારહટ, આનંદભાઈ રૂડાચ, બાબભા કેસરીયા,શ્રી પ્રવિણદાન કેસરીયા,તથા દિલીપ શિલગા સહિતના આગેવાનોએ અમદાવાદ સાઇબર પોલીસમાં રજૂઆત કરી હતી કે ચારણ સમાજ વિષયે અને આઈ શ્રી સોનલ માઁ વિશે એલફેલ બફાટ કરનાર અને સૌની લાગણી દૂભાવનાર ગીગાભાઈ જીવાભાઈ ભમ્મર વિરૂદ્ધમાં કડક પગલાં લેવામાં આવે ..આમ .ચારણ સમાજમાં ખુબ આક્રોશ જોવા મળી રહેલ છે અને આવનારા સમયમાં રાજ્યના તમામ જિલ્લા અને તાલુકા મથકે પણ રજૂઆત કરવામાં આવશે