કેન્દ્ર સરકારે ગઈ કાલે ડુંગળીની નિકાસ પર લાગેલો પ્રતિબંધ હટાવી દીધો હતો. . કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આગેવાની હેઠળની મંત્રીઓની સમિતિએ ડુંગળીની નિકાસને મંજૂરી આપી છે. ત્યારે આ મામલે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપી છે. તેમણે આ મામલે તેમને ભાજપ પર નિશાન સાંધ્યું હતુ અને ભાજપને કિસાન વિરોધી ગણાવી હતી.
શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ભાજપ સરકારે માત્ર 3 લાખ મેટ્રિક ટન ટુગળીની નિકીસની છૂટ આપીને એવી વાત કરી કે જાણે ખેડૂતોનું કલ્યાણ કરી નાખ્યુ છે અને ડુંગળી પકવતા ખેડૂતોને બહુ મોટો ફાયદો કરાવ્યો છે. સાચી વાત તો તે છે આપણા દેશમાં 230 લાખ ટન ડૂંગળી પેદા થાય છે. આટલી મોટી ટુંગળી પેદા થાય છે તેમાંથી માત્ર 3 લાખ મેટ્રિક ટન નિકાસની છૂટ આપવાથી ક્યાં ખેડૂતનું કલ્યાણ થવાનું છે ?
વધુમાં તેમને કહ્યું કે, વિશ્વ બજારમાં ડૂંગળીના ભાવમાં તેજી હતી, અને દુનિયાભરના દેશોમાં આપણો દેશ ડુંગળી પકવતા દેશોમાં બીજા ક્રમે આવે છે. દુનિયામાં સૌથી વધારે ડૂંગળી ચાઈનામા થાય છે. અને ભીજા ક્રમે ભારતમાં થાય છે. એટલે આ વખતે ખેડૂતને આશા હતી કે આ વખતે સારો ભાવ મળશે. પરંતુ ખેડૂત વિરોધી ભાજપ સરકારે ઓગષ્ટમાં 2023 માં બહારના દેશમાં ડુગળીના એક્સપોર્ટ ડ્યુટી પર 40 ટકા નિકાસનો કર નાખી દીધો જેથી ખેડૂતોને જે ફાયદો થવો જોઈએ તે ના થયો અને તેના પછી 2023 મા ડિસેમ્બર 2023માં સંપૂર્ણ પણે નિકાસ બંધી કરી દીધી. એટલે ખેડૂત પાયમાલ થઈ ગયો. જેના કારણે ખેડૂતોએ રોષે ભરાઈ આંદોલન કર્યા રસ્તા પર ડૂંગળી પેંકી દીધી, પરંતુ નિકાસબંધીને ન હટાવી જેથી ખેડૂતોએ નજીવા ભાવે ડૂંગળી વેકી દીધી અને હવે સરકાર માત્ર 3 લાખ મેટ્રિક ટન નિકાસની છૂટ આપે છે. તેનાથી ખેડૂતોને શું ફાયદો થાય છે.
ચૂંટણી આવે છે એટલે સરકાર ખેડૂતેને લોલીપોપ આપે છે. મારી વિપક્ષની માંગણી છે કે, ભાજપે ડૂંગળી પકવતા ખેડૂતો સાથે ભારે અન્યાય કર્યો છે. ખેડૂતોને બરબાદ કર્યા છે એટલે, જે ખેડૂતોએ ઓગષ્ટ 2023 થી લઈને આજ સુધી જે ડૂંગળી વેચી છે તે ખેડીતોને વળતર આપવું પડે, નિકાસબંધી કરી તે પહેલા જે ડૂંગળીનો ભાવ હતો તે ભાવ અને સસ્તા ભાવે વેચી દીધી છે તેના વચ્ચેનો જે તફાવત છે. તે વળતર પેટે સરકાર ખેડૂતોને ચૂંકવી આપે, 3 લાખ મેટ્રિક ટનથી કશુ ન થાય તાત્કાલિક અસરથી સંપૂર્ણપણે નિકાસબંધી હટાવી લે જેથી ખેડૂતોનો બચ્યો કુચ્યો ભાવ મળે. તેમજ સરકાર ખેડૂતો પાસે માફી માંગે પણ અમારી માંગ છે.