વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25મી ફેબ્રુઆરીના રોજ ઓખાથી બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રીજનું લોકાર્પણ કરશે. રૂ. 900 કરોડથી વધુના ખર્ચે બનેલા આ સિગ્નેચર બ્રિજની શું છે વિશેષતાઓએ તમે જે બ્રિજના આકાશી દ્રશ્યો જોઈ રહ્યા છો તે છે ભારતનો સૌથી લાંબો કેબલ સ્ટેયડ બ્રીજ…. જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી 25મી ફેબ્રુઆરીએ કરશે… ઓખા અને બેટ-દ્વારકા ટાપુને જોડતો આ સિગ્નેચર બ્રીજ રૂપિયા રૂ. ૯૭૮.૯૩ ખર્ચે તૈયાર કરાયો છે.
– ઓખા અને બેટ દ્વારકાને જોડતો ફોરલેન સિગ્નેચર બ્રિજ જે 900 મીટર લોન્ગ સેન્ટ્રલ કેબલ મોડ્યુલ પર બનેલો છે. બ્રિજની કુલ લંબાઈ 2320 મીટર છે. ઓખા સાઈડ એપ્રોચ બ્રિજની લંબાઈ 370 મીટર, બેટ સાઈડ એપ્રોચ બ્રિજની લંબાઈ 650 મીટર અને 900 મીટર કેબલ સ્ટેઈડ બ્રીજ. આ બ્રિજ બનતાં ઓખા અને બેટ દ્વારકા વચ્ચે પરંપરાગત માર્ગથી જે બોટ દ્વારા યાત્રિકો અને ત્યાંના લોકો દ્વારા જે અવરજવર થાય છે તેની બદલે હવે બ્રિજનો ઉપયોગ થશે. બોટમાં મુસાફરી માટે અંદાજિત 30થી 40 મિનિટનો સમય લાગતો હતો તે હવે ઘણો જ ઓછો સમય લાગશે. રાહદારીઓ માટે વ્યુઈંગ ગેલેરીની પણ સુવિધા કરેલી છે. બ્રિજના માથે વાહનો ઉપરાંત ચાલીને, સાયકલ, ગોલ્ફ કાર્ટ દ્વારા બેટરી ઓપરેટરથી પણ પસાર થઈ શકશે. રાહદારીઓ માટે યાત્રિકો માટે ભગવદ્ ગીતાના શ્લોકો અને કોતરણી માણવાની સુવિધા પણ રાખવામાં આવી છે. જે ઘણું જ આકર્ષણ કેન્દ્ર વધારશે. જેથી યાત્રિકો અને પર્યટનમાં વિકાસ થશે )
આ બ્રિજથી બેટ-દ્વારકામાં આવેલ દ્વારકાધીશના મંદિરના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને ફેરીબોટમાં દ્વારકા જવાથી મુક્તિ મળશે.તેમજ બેટ-દ્વારકાના લોકોને જીવન જરૂરી સગવડો સરળતાથી મળી રહેશે. સ્થાનિકો આ બ્રિજને લઈને ખુશ છે. તમે જે મારી પાછળ સિગ્નેચર બ્રિજ જોઈ રહ્યા છો તેનું નિર્માણ થતાં બેટ દ્વારકાવાસીઓ, યાત્રિકો અને અહિંના સ્થાનિક રહેવાસીઓને ખુબ ફાયદો થશે સાથે જ મેડિકલ અને અન્ય સ્થિતિમાં આવવા જવામાં મુશ્કેલી થતી હતી તેનો દુર થતાં ફાયદો થશે) જે લોકો દ્વારકાધીશના દર્શન નહોતા કરી શકતા તે હવે સરળતાથી દર્શન કરી શકશે સાથે જ આ બ્રિજના નિર્માણથી અહિંયા ઝડપી વિકાસ થશે) આ બ્રિજ પ્રવાસનની સાથે સાથે ગુજરાત અને ભારતની ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રગતિની જાણે કે સાક્ષી પૂરી રહ્યો છે.. આ બ્રિજ પ્રવાસીઓ માટે પણ એક આકર્ષણનું કેન્દ્ર બની રહે તેવી પૂરી સંભાવનો છે.
* દ્વારકામાં સિગ્નેચર બ્રિજ તૈયાર, PM મોદી 25 ફેબ્રુઆરીએ કરશે ઉદ્ઘાટન
* PM ઓખાથી બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રીજનું લોકાર્પણ કરી સભાને સંબોધશે
* રૂપિયા ૯૭૮.૯૩ ખર્ચે તૈયાર સિગ્નેચર બ્રિજની કુલ લંબાઈ 2320 મીટર
* બ્રિજ પર ખાસ વ્યુઈંગ ગેલેરી, બ્રિજ પર ભગવદ્ ગીતાના શ્લોકોની કોતરણી
* બેટ-દ્વારકાના લોકોને જીવન જરૂરી સગવડતા સરળતાથી મળી રહેશે
* સિગ્નેચર બ્રિજ પ્રવાસીઓ માટે પણ એક આકર્ષણનું કેન્દ્ર બની રહેશે