રાજ્યમાં ન્યૂડ કોલ અને હની ટ્રેપ જેવી ઘટનાને લઈ લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. આ દરમિયાન ફરી એકવાર રાજ્યના ગૃહમંત્રીએ લોકોને ન્યુડ કોલને લઈ આશ્વાસન આપ્યું છે. હર્ષ સંઘવીએ કહ્યું કે, કોઈએ પણ હવે આ બાબાતે જરાપણ ગભરાવવાની જરૂર નથી. ન્યૂડ કોલ બાદ તરત જ પોલીસ ફરિયાદ કરો. હર્ષ સંઘવીએ કહ્યું કે, અમે આવું કૃત્ય કરનારને પકડવા માટે કટિબંધ છીએ. નોંધનીય છે કે, ન્યૂડ કોલ જેવી ટ્રેપના કારણે આત્મહત્યાની ઘટના સામે આવતી હોય છે.
ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે ફરી એકવાર લોકોને ન્યૂડ કોલથી સાવચેત રહેવા અપીલ કરી છે. હર્ષ સંઘવીએ કહ્યું કે, કોઈના ઉપર ન્યૂડ કોલ આવે તો ગભરાવવાની જરૂર નથી. ન્યૂડ કોલ જેવી ટ્રેપના કારણે આત્મહત્યા કરવા માટેના પગલાંઓ ભરાય છે પણ હવે આવી ઘટનાઓમા જરાપણ ગભરાવવાની જરૂર નથી. હર્ષ સંઘવીએ જનતાને અપીલ કરી કે, ન્યૂડ કોલ બાદ તરત જ પોલીસ ફરિયાદ કરો, અમે આવું કૃત્ય કરનારને પકડવા માટે કટિબંધ છીએ.