વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના મહેમાન બન્યા છે. આ દરમિયાન આજે સવારે PM મોદી અમદાવાદ પહોંચ્યા અનેગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિની ઉજવણીમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં છે.
અહીં PM મોદીએ પોતાના સંબોધનમાં PM મોદીએ અમૂલ બ્રાન્ડની ઉપલબ્ધિઓનો ઉલ્લેખ કર્યો અને તેને સહકારની શક્તિ ગણાવી. તેમણે કહ્યું કે, આજે નાના પશુપાલકોનું આ સંગઠન જે મોટા પાયા પર કામ કરી રહ્યું છે તે સંગઠનની તાકાત છે. સહકારની શક્તિ છે. 50 વર્ષ પહેલા ગુજરાતના ગામડાઓએ ભેગા મળીને જે રોપા વાવ્યા હતા તે આજે એક વિશાળ વટવૃક્ષ બની ગયું છે અને આ વિશાળ વટવૃક્ષની ડાળીઓ દેશ-વિદેશમાં ફેલાયેલી છે.
PM મોદીએ કહ્યું કે, ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિ નિમિત્તે આપ સૌને શુભેચ્છાઓ… ભારતની આઝાદી પછી દેશમાં ઘણી બ્રાન્ડ્સ બનાવવામાં આવી પરંતુ અમૂલ જેવી કોઈ નથી. આજે અમૂલ ભારતના પશુપાલકોની શક્તિનું પ્રતીક બની ગયું છે. PM એ કહ્યું કે, અમૂલ એટલે વિશ્વાસ, અમૂલ એટલે વિકાસ, અમૂલ એટલે જનભાગીદારી, અમૂલ એટલે ખેડૂતોનું સશક્તિકરણ, અમૂલ એટલે સમય સાથે આધુનિકતાનું એકીકરણ, અમૂલ એટલે આત્મનિર્ભર ભારત માટેની પ્રેરણા, અમૂલ એટલે મોટા સપના, મોટા સંકલ્પો અને મોટી સિદ્ધિઓ.
ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિ નિમિત્તે PM મોદીએ કહ્યું કે, અમૂલ ભારતના ડેરી ક્ષેત્રની વાસ્તવિક કરોડરજ્જુ સ્ત્રી શક્તિ છે. અમૂલ એ એક ઉદાહરણ છે કે કેવી રીતે આગળ વિચારીને લીધેલા નિર્ણયો ક્યારેક ભવિષ્યની પેઢીઓનું ભાગ્ય બદલી નાખે છે. અમૂલ ભારતના પશુપાલકોની શક્તિનું પ્રતીક બની ગયું છે. 50 વર્ષ પહેલા ગુજરાતના ગામડાઓએ ભેગા મળીને જે વૃક્ષ વાવ્યું હતું તે આજે વિશાળ વટવૃક્ષ બની ગયું છે. GCMMFની સુવર્ણ જયંતિની ઉજવણીમાં 1.25 લાખથી વધુ ખેડૂતો ભાગ લઈ રહ્યા છે. GCMMF એ સહકારી સંસ્થાઓની એકતા તેમની સાહસિકતા અને ખેડૂતોની દ્રઢતાનો પુરાવો છે, જેણે અમૂલને વિશ્વની સૌથી મજબૂત ડેરી બ્રાન્ડ્સમાંની એક બનાવી છે.