કેડીલા ફાર્માસ્યુટિકલના રાજીવ મોદી સામે નોંધાયેલ કથિત દુષ્કર્મની ફરિયાદ મામલે નવા સમાચાર સામે આવ્યા છે. આ ઘટના મામલે સોલા પોલીસે ગ્રામ્ય કોર્ટમાં સમરી રિપોર્ટ રજૂ કર્યો છે અને રાજીવ મોદીને ક્લીનચીટ મળી ગઈ છે. તો સાથે સાથે રિપોર્ટમાં રાજીવ મોદી સામે બલ્ગેરિયન યુવતીએ લગાવેલ આરોપ પ્રમાણે પુરાવા ન મળ્યા હોવાનો પોલીસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે રાજીવ મોદી અગાઉ 15મી ફેબ્રુઆરીએ સોલા પોલીસ સમક્ષ હાજર થઈ નિવેદન નોંધાવી ચૂક્યા છે.
આરોપ લગાવનાર બલ્ગેરિયન યુવતી અચાનક ગાયબ થઈ ગઈ હતી. આ મામલે પોલીસ તપાસ કરી રહી હતી અને 8 સમન્સ બાદ પણ બલ્ગેરિયન યુવતી હાજર ન થતાં અને પુરાવા ન મળતા પોલીસે A સમરીનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો હતો. આ A સમરી બાદ રાજીવ મોદીને ક્લિન ચીટ મળી ગઈ હોવાની વાત સામે આવી છે. મહત્વનું છે કે, આ કેસમાં કેડિલાના રાજીવ મોદી છેલ્લા કેટલાય સમયથી પોલીસ પકડથી દૂર હતા. જોકે આ બધાની વચ્ચે અચાનક આજે રાજીવ મોદી અચાનક સોલા પોલીસ સમક્ષ હાજર થયા હતા. આ દરમિયાન સોલા પોલીસ દ્વારા રાજીવ મોદીનું સમગ્ર કેસમાં નિવેદન લેવામાં આવ્યું હતું. હાઈ પ્રોફાઈલ ગણાતા આ કેસમાં રાજીવ મોદી ઘણા સમયથી બહાર હતા. જોકે આ બધાની વચ્ચે આજે સવારે અચાનક કેડિલાના CMD રાજીવ મોદી સોલા પોલીસમાં હાજર થયા હતા. જ્યાં પોલીસ દ્વારા તેમનું નિવેદન લેવામાં આવ્યું હતું.
આ અંગે સામે આવેલી વિગતો અનુસાર કેડિલા ફાર્મા કંપનીમાં માલિકની પર્સનલ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી બલ્ગેરિયાની 27 વર્ષીય યુવતીએ કંપનીના ચીફ મેનેજિંગ ડિરેક્ટર અને અન્ય એક વ્યક્તિ સામે IPCની કલમ 376, 354, 323, 504 અને 506 મુજબ ગુનો નોંધવા અરજી કરી હતી.જે બાદ આ કેસમાં હાઈકોર્ટના આદેશ બાદ આખરે સોલા પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ. IPCની કલમ 376, 354, 506(2) મુજબ ફરિયાદ નોંધવામાં આવી હતી.