બે દિવસ બાદ દિલ્હી ખાતે મળનારા ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ ભાજપની ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી શકે છે. ત્યારે લોકસભા સીટ દીઠ ભાજપ દ્વારા આગામી ટૂંક સમયમાં સેન્સ પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે. સેન્સપ્રક્રિયા ક્યારે શરૂ કરવી તેમજ પોલિસી મેટરની ચર્ચાને લઈ આજે કમલમ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મહાનગર પાલિકાઓનાં મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પૂર્વ મેયર તેમજ પ્રદેશ ભાજપ પ્રમુખ ઉપસ્થિત રહેશે.
લોકસભા ચૂંટણીને લઈ ભાજપ દ્વારા તૈયારીઓ પુરજોશમાં ચાલુ કરી છે. તેમજ ઉમેદવારોની સેન્સ લેવા માટેની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. જેમાં અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક માટે નિકોલ કોઠિયા હોસ્પિટલમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આ બેઠકમાં મંત્રી મુળુ બેરા, ભરત બોઘરા અને સંગીતા પાટીલ સેન્સ માટે કોઠિયા હોસ્પિટલ પહોંચ્યા હતા. હાલ અમદાવાદ પૂર્વમાં સાંસદ હસમુખ પટેલ છે.