બંગાળમાં સંદેશખલીમાં હિંદુ મહિલાઓના રેપ અને જમીન પચાવી પાડવાના આરોપી ટીએમસી નેતા શાહજહાં શેખની તાત્કાલિક ધરપકડ કરવાનો આદેશ બંગાળ હાઈકોર્ટે મમતા સરકારને આપ્યો છે.
હાઈકોર્ટના આદેશ બાદ હવે શાસક પક્ષ ટીએમસી પણ બેકફૂટ પર આવી ગઈ છે. ટીએમસી પણ હવે જણાવી રહી છે કે શાહજહાં શેખની ધરપકડ ક્યાં સુધી કરવામાં આવશે. ટીએમસીના વરિષ્ઠ નેતા કુણાલ ઘોષે સોમવારે કહ્યું હતું કે, શાહજહાં શેખની 7 દિવસની અંદર ધરપકડ કરવામાં આવશે. ઘોષનું આ નિવેદન હાઈકોર્ટના નિર્ણય પછી તરત જ આવ્યું છે. હાઈકોર્ટે કહ્યું કે અમારા તરફથી શાહજહાં શેખની ધરપકડ પર કોઈ રોક નથી.
જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં ઈડીએ રાશન કૌભાંડ મામલે શાહજહાં શેખ પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ઈડીની ટીમ જ્યારે પહેલીવાર આવી ત્યારે શાહજહાં શેખના ગુંડાઓએ ટીમ પર હુમલો કર્યો હતો. આ પછી ઈડીએ કડકાઈ વધારી અને જ્યારે કેસ આગળ વધ્યો તો શાહજહાં શેખથી પીડિત લોકો મોટી સંખ્યામાં બહાર આવ્યા. સંદેશખલીની અનેક હિન્દુ મહિલાઓએ આરોપ લગાવ્યો હતો કે શાહજહાં શેખ અને તેના ગુંડાઓ દ્વારા તેમની જાતીય સતામણી કરવામાં આવી હતી. આ ઉપરાંત આ લોકોએ અનેક પરિવારોની આખી જમીન પર કબજો જમાવી લીધો હતો. શાહજહાં શેખના કેસથી રાજકીય ગરમાવો પણ વ છે. ચર્ચા છે કે પીએમ નરેન્દ્ર મોદી પણ માર્ચની શરૂઆતમાં બંગાળના પ્રવાસે જવાના છે. આ દરમિયાન તે સંદેશખલીના પીડિતોને મળી શકે છે. કોલકાતાથી લગભગ 100 કિમી દૂર સ્થિત સંદેશખલી આજકાલ શાહજહાં શેખના કાંડને કારણે ચર્ચામાં છએ. શાહજહાં શેખ અને તેના સાગરીતો તેમનું શોષણ કરતા હતા અને બળજબરીથી જમીન પડાવી લેતા હતા. શાહજહાં શેખ પોતાના ઠેકાણા પર પહોંચેલી ઈડીની ટીમ પર હુમલા બાદથી ફરાર છે.