જો તમે સાઈબર ફ્રોડના શિકાર થઈ ગયા છો અને તમે કોઈને પણ પોતાના પેમેન્ટની જાણકારી નથી આપી અને તમે 3 દિવસની અંદર જ પોતાની બેંકને સુચિત કરી દીધુ છે તો તમને કોઈ નુકસાન નહીં થાય.
પોતાનો મોબાઈલ નંબર અને ઈમેલ બેંકર રજીસ્ટર્ડ કરાવો જેથી તમને દરેક ટ્રાન્ઝેક્શન પર તરત સુચના મળી શકે. આ રીતે તમારા બેંક ખાતા, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડથી દરેક ટ્રાન્ઝેક્શન થવા પર તમને એસએમએસ એલર્ટ મળશે. જો તમે ઈમેલ રજીસ્ટર્ડ કરાવ્યું છે તો તમને ઈમેલ પર પણ સુચના આવશે. જો કોઈ સાયબર ફ્રોડ થાય તો તમે તરત બેંકને સુચના આપી શકો છો. ફ્રોડથી થતા નુકસાનને ઓછુ કરવામાં એલર્ટ ખૂબ જ મહત્વપૂર્ણ ભુમિકા નિભાવે છે. જો તમારૂ ડેબિટ કાર્ડ ખોવાઈ જાય છે, ચોરી થઈ જાય છે કે કોઈ સાયબર ફ્રોડ થઈ જાય છે તો સૌથી પહેલા તમારે જલ્દીથી જલ્દી પોતાની બેંકને સુચના આપવી જોઈએ. મોટાભાગની બેંક પોતાના ગ્રાહકોને 24*7 સુવિધા આપે છે. જેમ કે વેબસાઈટ, ફોન બેંકિંગ, એસએમએસ, ઈમેલ, ટોલ-ફ્રી હેલ્પલાઈન.
બેંક ખાતાની સુરક્ષા માટે 3 જરૂરી વાત
1. પાસવર્ડ, પિન, ઓટીપી, સીવીવી કે કાર્ડની અન્ય જાણકારી કોઈને ન આપો.
2. બેંક ક્યારે પણ તમારી બેંક ડિટેલ શેર કરવા માટે નથી કહેતી. જો કોઈ માંગે છે તો સમજી લો કે તે ઠગ છે.
3. શંકાસ્પદ ફોન કોલ, ઈમેલ કે મેસેજ આવવા પર સતર્ક રહો. પરંતુ તમારી બેંકને સુચના આપો.
જો તમારી સાથે કોઈ ફ્રોડ થઈ ગયું છે તો જેટલી જલ્દી બની શકે તમારી બેંકને સુચિત કરવું ખૂબ જ જરૂરી છે. મોડુ કરવા પર તમને નુકસાન ઉઠાવવું પડી શકે છે. જો તમે ફ્રોડ થયાના 4-7 વર્કિંગ ડેની અંદર બેંકને સુચના આપી દો છો તો તમને કોઈ નુકસાન નહીં થાય. ભલે ટ્રાન્ઝેક્શન તમારી ભૂલથી ન થયું હોય.