ખ્યાતનામ અને લોકપ્રિય ગઝલ ગાયક પંકજ ઉધાસ ચારણનું નિધન થયું છે. લાંબી બિમારીના કારણે તેઓ હોસ્પિટલમાં દાખલ હતા અને તેમને ૨૬ ફેબરુઅરી ૨૦૨૪ ના રોજ અંતિમ શ્વાસ લીધા. ભારતીય સંગીત ઉદ્યોગમાં તલત અઝીઝ અને જગજીત સિંહ જેવા અન્ય સંગીતકારો સાથે ગઝલ શૈલીને લોકપ્રિય સંગીતના દાયરામાં લાવવાનું શ્રેય એમને ફાળે પણ જાય છે. પંકજ ઉધાસને 1986 માં નામ ફિલ્મ ના ગાયેલા ગાયનોને કારણે ખુબજ પ્રસિદ્ધિ મળી, જેમાં એમનું એક ગીત ચિઠ્ઠી આઈ હૈ અત્યંત લોકપ્રિય થયું હતું. ત્યાર બાદ એમણે ઘણા બધાં ફિલ્મો માટે પાર્શ્વ ગાયક તરિકે પણ પોતાનો અવાજ આપ્યો છે. આ ઉપરાંત એમણે ઘણા ગઝલના આલ્બમ પણ રેકોર્ડ કર્યાં છે અને એક કુશળ ગઝલ ગાયકના રૂપમાં આખી દુનિયામાં પોતાની કલાનું પ્રદર્શન કરી ચુક્યા છે. ઈ.સ. ૨૦૦૬ના વર્ષમાં પંકજ ઉધાસને પદ્મશ્રી વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.તેમના શબ્દો અને ગઝલ ની ગાયિકી હ્રિદય ને સ્પર્શી જાય તેવા હતા .