ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સીરિઝ ચાલી રહી છે. જેમાં હાલ ભારતીય ટીમ 3-1થી આગળ છે. હવે સીરિઝનો પાંચમો અને છેલ્લો મુકાબલો 7 માર્ચથી 11 માર્ચની વચ્ચે ધર્મશાળામાં રમાશે. હૈદરાબાદમાં થયેલી પહેલી ટેસ્ટ બાદ KL રાહુલ ટીમથી બહાર ચાલી રહ્યા છે. ત્યાં જ ધર્મશાળા ટેસ્ટમાં કેએલ રાહુલ રમશે કે નહીં તેના પર હાલ સસ્પેન્સ યથાવત છે. ત્યાં જ ભારતીય ક્રિકેટ ટીમના મેનેજમેન્ટ છેલ્લા ટેસ્ટમાં ઘણા ખેલાડીઓને આરામ પણ આપી શકે છે. બુમરાહની વાપસી પર અપડેટ આવ્યું છે.
રિપોર્ટ અનુસાર KL રાહુલને સારવાર માટે વિદેશ મોકલવામાં આવ્યા છે અને લગભગ એક અઠવાડિયા સુધી તેમની સારવાર ચાલશે. જોકે આ રિપોર્ટમાં પુષ્ટી કરવામાં આવી નથી પરંતુ કહેવામાં આવ્યું છે કે KL રાહુલ લંડનમાં કોઈ એક્સપર્ટ્સની સલાહ લઈ રહ્યા હોઈ શકે છે. રાહુલને રાજકોટમાં ત્રીજી ટેસ્ટ માટે 90 ટકા ફિટ માનવામાં આવ્યા હતા તે સંપૂર્ણ રીતે ઠીક નથી થયા. જેના કારણે BCCI અને નેશનલ ક્રિકેટ એકેડેમી મેનેજમેન્ટે તેમની સિચુએશન પર ફરી ધ્યાન આપ્યું. જેના બાદથી તેમની સારવાર ચાલી રહી છે.
ધર્મશાળા ટેસ્ટમાં કોણ રમશે અને કોણ નહીં તેના પર હાલ અનિશ્ચતતા છે. કારણ કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ, નેશનલ સિલેક્ટર્સ અને ટીમ મેનેજમેન્ટ સીરિઝની છેલ્લી મેચ માટે અમુક ખેલાડીઓને આરામ આપવા પર વિચાર કરી રહ્યા છે. ટેસ્ટ 7 માર્ચથી શરૂ થવાની છે. રાંચી ટેસ્ટ માટે વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો હતો. તે હવે ધર્મશાળા મેચ માટે વાપસી કરશે. ત્યાં જ અમુક ખેલાડીઓના વર્કલોડ મેનેજમેન્ટને જોતા તેમને આરામ આપવા વિશે ચર્ચા ચાલી રહી છે. જેમાં એક બેટ્સમેન અને બોલર બન્નેનો ઉલ્લેખ છે.