દીપિકા-રણવીરના ઘરે ઘણી ખુશીઓ આવવાની છે. બોલિવૂડના પોપ્યુલર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ફેન્સ માટે સારા સમાચાર છે. દીપિકા માતા બનવા જઈ રહી છે. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે. દીપિકાની પ્રેગ્નન્સીના સમાચાર સાંભળીને ચાહકો ઉત્સાહિત થઈ ગયા છે. દીપિકાએ પોસ્ટમાં જણાવ્યું છે કે તે સપ્ટેમ્બરમાં બાળકને જન્મ આપશે.
પોસ્ટ શેર કરતી વખતે, દીપિકાએ હાથ જોડી ઇમોજી પોસ્ટ કરી છે. તેણે જે પોસ્ટર શેર કર્યું છે તેમાં લખ્યું છે- સપ્ટેમ્બર 2024, દીપિકા-રણવીર. ઉપરાંત, આ ફોટા પર બાળકોના કપડાં, પગરખાં, ફુગ્ગાઓ દર્શાવવામાં આવ્યા છે. દીપિકા નો આ અંદાઝ લોકો ને ખુબજ પસંદ આવ્યો છે.