લોકસભાની ચૂંટણી ના ઉમેદવારો ના ફાઈનલ લીસ્ટ ની રાહ આજે સાંજે પૂરી થવાની શક્યતા છે. .ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક આજે સાંજે નવી દિલ્હીમાં મળશે.ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિત અન્ય લોકો હાજરી આપે તેવી શક્યતા છે. આ બેઠક બાદ લોકસભાની ચૂંટણી માટે ઘણા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.