લોકસભા ચૂંટણીની ગમેત્યારે જાહેરાત થઈ શકે છે. ત્યારે રાજકીય પક્ષોએ પોત પોતાના સ્થાનેથી ચૂંટણી તૈયારીઓ પૂરજોશમાં આરંભી દીધી છે. ક્યાંક ગઠબંધનના સોંગઠા ગોઠવાયા છે તો ક્યાંક સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી રાજ્યકક્ષાએથી નામોનું લિસ્ટ તૈયાર કરાયું છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ દિલ્લી જવા રવાના થયા છે. સેન્સ પ્રક્રિયા બાદ રાજ્ય કક્ષાએ આવેલા નામોનું લિસ્ટ દિલ્હી પાલામેન્ટ્રી બોર્ડને આપશે.
ભાજપના ઉમેદવારો નામ એક-બે દિવસમાં ફાઇનલ થાય તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે. દિલ્હીમાં પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં ભાગ લેવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ રવાના થયા છે. જેઓ દિલ્લી પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં ભાગ લેશે. જે બેઠક બાદ લોકસભા ચૂંટણીના ઉમેદવારો માટે અંતિમ મહોર લાગશે. અત્રે જણાવીએ કે, આગામી દિવસોમાં ગુજરાતના કેટલાક ઉમેદાવારોના નામ જાહેર થઇ શકે છે.
લોકસભાની ચૂંટણીને લઇ ભાજપની તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે. આજે ભાજપની કેન્દ્રીય સમિતિની બેઠક મળવાની છે. જેમાં લોકસભા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઇ શકે છે. સાંજે 7 કલાકે PM મોદીની હાજરીમાં ઉમેદવારોને લઇ ચર્ચા થશે. અત્રે જણાવીએ કે, 25થી 30 ઉમેદવારોના નામ જાહેર થઇ શકે છે
ભાજપએ પ્રદેશ ચૂંટણી પ્રબંધન સમિતિના સંયોજક તેમજ સહસંયોજક તરીકે નિમણુંક કરી છે. જેમાં આઈ કે જાડેજાને લોકસભા ચૂંટણીના સંયોજક બનાવાયા છે. જ્યારે સહસંયોજક તરીકે જયસિંહ ચૌહાણ, જગદીશ પટેલ, પ્રદીપ પરમાર અને ભરત આર્યની નિમણૂંક કરાઈ છે.