હવામાન વિભાગની માહિતી મુજબ કાલથી બે દિવસ રાજ્યમાં ભારે પવન સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાનું અનુમાન વ્યકત કર્યું છે. હવામાન વિભાગના મતે 1 માર્ચ એટલે કે કાલે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 2 માર્ચના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન ફૂંકાવવાની સાથોસાથ કમોસમી વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી છે. રાજ્યના ખેડૂતો માટે ફરી એકવાર માવઠાનું સંકટ મંડરાયું છે.