રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં જુલાઈ-2023થી ચાર ટકાનો વધારો કર્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી 4.45 લાખ કર્મચારીઓને મોંઘવારી ભથ્થાનો લાભ મળશે. 4.63 લાખ પેન્શનરોને પણ મોંઘવારી ભથ્થાનો લાભ મળશે.ભથ્થામાં વધારાની રકમ ત્રણ હપ્તામાં પગાર સાથે ચુકવાશે. તફાવત રકમ-એરિયર્સ ત્રણ હપ્તામાં પગાર સાથે ચુકવાશે. NPSના કર્મચારીએ 10 ટકા ફાળો આપવાનો રહેશે. NPSના કર્મચારીઓમાં રાજ્ય સરકાર 14 ટકા આપશે. રાજ્ય સરકારે રાજ્યના કર્મચારી માટે આ મહત્વનો નિર્ણય લીધો છે.
આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.45 લાખ કર્મયોગીઓ અને અંદાજે 4.63 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે.મોંઘવારી ભથ્થાની 1 જુલાઈ 2023થી ફેબ્રુઆરી-2024 સુધીની તફાવતની રકમ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે. જુલાઈ-2023થી સપ્ટેમ્બર-2023 સુધીની તફાવત રકમ માર્ચ-2024ના પગાર સાથે, ઓક્ટોબરથી ડિસેમ્બર 2023ની એરિયર્સની રકમ એપ્રિલ-2024ના પગાર સાથે તેમ જ જાન્યુઆરી અને ફેબ્રુઆરી-2024ના મોંઘવારી ભથ્થાની એરિયર્સની રકમ મે-2024ના પગાર સાથે કર્મયોગીઓને ચૂકવવામાં આવશે.