સાંતલપુર તાલુકાના અગરિયાઓ રણમાં પ્રવેશ માટે આડેસર ખાતે આવેલી વન ખાતાની ઓફિસે અગરિયાઓ પોતાના પરિવાર સાથે આઠ દિવસથી ધરણાં પર બેઠા હતા પણ કોઈ યોગ્ય નિકાલ ના આવતા અગરિયાઓ દ્વારા સાંતલપુરથી પગપાળા યાત્રા કાઢી ગાંધીનગર જવાનો નિર્ણય કર્યો છે.
સાંતલપુર તાલુકામાં રણમાં પ્રવેશ માટે સર્વસેટલમેન્ટની યાદીમાં 175 અગરિયાઓના રણમાં પ્રવેશ માટે નામ આવ્યા હોય તે લોકોને રણમાં જવાની મંજૂરી મળેલ છે જ્યારે પરંપરાગત વર્ષોથી પોતાની આજીવિકા ચલાવી રહેલા અગરિયાઓને સર્વશ્રેટલમેન્ટમાં નામ ના આવતા અને રણમાં પ્રવેશ ન મળતા અગરિયાઓ પોતાની માગણીને લઈ ધાંગધ્રા ખાતે આવેલી ડીએફઓ ઓફિસમાં એક દિવસના ધરણાં કર્યા હતા. જ્યારે સાત દિવસ સુધી આડેસર ખાતે આવેલી વન અધિકારીની કચેરી સામે ધરણાં ઉપર બેઠા હતા. પણ કોઈ નિકાલના આવતા અગરિયાઓ દ્વારા ત્રણ જિલ્લામાંથી મંજૂરી માંગી પરિવારો સાથે સાંતલપુરથી પગપાળા યાત્રા કાઢી ગાંધીનગર જશે.
અગરિયા અમીનભાઇએ જણાવ્યું કે અગરિયાઓને રણમાં પ્રવેશ આપવામાં આવ્યો છે આવો ખોટો કોઈ વિડીયો વાયરલ કરી અમને ખોટા બદનામ કરી રહ્યા છે અમને રણમાં મીઠું પકવવા માટે હજી કોઈ મંજૂરી મળેલ નથી અમે અમારી માગણીને લઈ આડેસર ઓફિસ ખાતે 8 દિવસથી ધરણાં ઉપર બેઠા છીએ. અગરિયા પ્રમુખ રાજા સુલતાનએ જણાવ્યું કે અમારા સાથે અન્યાય થયો છે અમે 8 દિવસથી વન અધિકારીની ઓફિસ બહાર ધરણાં કરી રહ્યા હતા પણ કોઈ યોગ્ય નિકાલ ના આવતા અમે ત્રણ જિલ્લાના અધિકારીઓની મંજૂરી લઈ સાંતલપુરથી ગાંધીનગર સુધી અમારા પરિવારો સાથે પગપાળા યાત્રા કાઢીશું.