લોકસભા ચૂંટણીને લઈને ગુરુવારે મોડી રાત્રે બીજેપીની સેન્ટ્રલ ઈલેક્શન કમિટી (CEC)ની બેઠક મળી હતી. આ બેઠક નવી દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટરમાં થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આ બેઠક લગભગ ચાર કલાક સુધી ચાલી હતી. CECની બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ હાજર હતા. આ બેઠકમાં એપ્રિલ-મેમાં યોજાનારી લોકસભાની ચૂંટણી માટેના ઉમેદવારોના નામ પર મંથન કરવામાં આવ્યું હતું. ઉમેદવારી આ સીઈસી બેઠકમાં ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓએ ભાગ લીધો હતો. જેમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ, છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈ, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતનો સમાવેશ થાય છે. બેઠક પૂરી થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રે લગભગ 3.30 વાગે બીજેપી હેડક્વાર્ટરની બહાર આવ્યા હતા.