લોકસભા ચૂંટણીના પડઘમ વચ્ચે હવે આ મહિનામાં જ લોકસભાની તારીખો જાહેર થઈ શકે છે. આ બધાની વચ્ચે મોટાભાગના પક્ષોએ ચૂંટણીને લઈ કમર કસી લીધી છે. વિગતો મુજબ ભાજપ શુક્રવારે એટલે કે આજે 1 માર્ચ બપોર સુધીમાં તેના ઉમેદવારોની પ્રથમ યાદી પણ જાહેર કરી શકે છે. આ લિસ્ટમાં 100થી વધુ નામ સામેલ થઈ શકે છે. શાસક પક્ષ દ્વારા પ્રથમ યાદીમાં ભાજપના દિગ્ગજ નેતાઓને ટિકિટ આપવામાં આવી શકે છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને રક્ષા મંત્રી રાજનાથ સિંહ સુધી તમામનો સમાવેશ થઈ શકે છે.
વાત જાણે એમ છે કે, BJPની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની ચાર કલાક સુધી બેઠક થઈ,ત્યારબાદ કેટલીક મોટી સીટો માટે ઉમેદવારોના નામની પસંદગી કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. આ મીટિંગ લગભગ રાત્રિના 10.50 વાગ્યે શરૂ થઈ હતી અને 3 વાગ્યા પછી પૂરી થઈ હતી. તમને જણાવી દઈએ કે, આ ચાર કલાકમાં BJP સેન્ટ્રલ કમિટીની બેઠકમાં કયા રાજ્યોની કઈ લોકસભા સીટો પર ચર્ચા થઈ હતી.