સાહિત્ય જગત નું એક કદાવર નામ એટલે તારક મહેતા. આજે તારક મહેતા ની પુણ્યતિથી છે. ઊંધા ચશ્માના ખેલાડી…તારક મહેતા. લેખન માં હાસ્ય લેખન કરવું એ વધુ મુશ્કેલ હોય છે. લખીને લોકો ના મુખ પર હાસ્ય લેવળાવું એ પણ એક પણ શબ્દો ની મર્યાદા તોડ્યા વગર ખુબજ ચેલેન્જીગ હોય છે.એમની લખવાની કળા છીછરી નથી. શબ્દોના દરિયામાં નિર્મળ હાસ્ય ને ક્યારેક ખડખડાટ હસવું આવે જ એ એમની શક્તિ છે. એક વાચક હોય શ્રોતા હોય કે દર્શક હોય એમનો ભાવ દરેક સુધી પહોચ્યો છે.
હાસ્ય લેખન માં ખુબજ ઓછા લેખકો હશે છતાં પણ દરેક લેખકો ની આગવી ઓળખાણ હોય છે. એ રીતે તારક મહેતા ની ઓળખાણ એમની ટ્પુડા ની સીરીઝ છે. ટપુ પાત્ર નું સર્જન ખુદ એક પ્રખ્યાત થય ગયેલ પાત્ર છે. જેની સીરીઝ આજે પણ “તારક મહેતા કા ઉલટા ચશ્માં” નામ ની સીરીયલ માં આપડે જોઈ જ રહ્યા છીએ. પરિવાર ના દરેક ઉમર ના લોકો એક સાથે જોઈ શકે એવી આ સેરીઅલ નું સર્જન તારક મહેતા ના લેખન થાકી છે. હાસ્ય લેખન માં હાસ્યરસ જગાવે એં પત્ર નું સર્જન પણ ખુબજ અઘરું છે. આજ ના દિવસે એ પરમ ચેતનાને હાસ્ય ના આધિપતિ કઈ શકાય એ લેખક ને વંદન.