નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ બુધવારે (28 ફેબ્રુઆરી) ઓપરેશન સાગર મંથન હેઠળ દેશમાં અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સ કન્સાઇનમેન્ટ રિકવર કર્યો હતો. અગાઉ NCB માત્ર જમીન પર જ ડ્રગ્સનું ઓપરેશન કરતી હતી, પરંતુ આ ઓપરેશનમાં નેવી અને ગુજરાત ATSની મદદથી NCBએ દરિયાઇ બોટમાંથી 3300 કિલો ડ્રગ્સ રિકવર કરીને ઈતિહાસ રચ્યો હતો.
આ ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 1300 કરોડ રૂપિયાની આસપાસ છે. આ કેસમાં NCBએ પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાંથી 1 પાકિસ્તાની અને 4 ઈરાનના છે. આરોપીની પૂછપરછ દરમિયાન પાકિસ્તાનનું ષડયંત્ર બહાર આવ્યું હતું. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ડ્રગ્સના આટલા મોટા કન્સાઈનમેન્ટ પાછળ પાકિસ્તાનના સૌથી મોટા ડ્રગ સ્મગલર અને દાઉદ ઈબ્રાહિમના નજીકના હાજી સલીમનો હાથ છે. આ પહેલીવાર નથી કે જ્યારે NCB કેસમાં પાકિસ્તાનનું નામ સામે આવ્યું હોય. આ પહેલા પણ NCB દ્વારા હાથ ધરાયેલા ઓપરેશન સમુદ્ર ગુપ્તમાં દાઉદના નજીકના હાજી સલીમનું નામ સામે આવ્યું હતું.
“પૂછપરછ દરમિયાન પાકિસ્તાની નાગરિક મોહમ્મદ ચરિઝાઈએ જણાવ્યું છે કે તે હાજી મોહમ્મદના કહેવા પર ડ્રગ્સનો આટલો મોટો કન્સાઈનમેન્ટ ભારતમાં લાવ્યો હતો. દાઉદનો નજીકનો સહયોગી હાજી સલીમ દર વખતે નવા નામનો ઉપયોગ કરે છે. આ વખતે તેણે પોતાનું નામ હાજી મોહમ્મદ રાખ્યું હતું.આટલું જ નહીં, NCB દ્વારા કરાયેલી રિકવરી પણ પાકિસ્તાનના ષડયંત્રનો સ્પષ્ટ ખુલાસો કરે છે. DDG જ્ઞાનેશ્વર સિંહે કહ્યું, “આ પાંચ લોકો ઈરાનના ચાબહાર બંદરેથી એકસાથે નીકળ્યા હતા. તે બંદરેથી તેઓ સીધા ભારત તરફ આવ્યા હતા. પેકેજિંગ મટિરિયલ અને સપ્લાયરનું કનેક્શન પણ પાકિસ્તાનનું જોવા મળ્યું છે. આ લોકો સીધા બોટ મારફતે ઇન્ડિયા તરફ આવી રહ્યા હતા