- અનંત-રાધિકાની બગીમાં ધમાકેદાર એન્ટ્રી
- સેલેબ્સનો બ્લેક એન્ડ વ્હાઇટ લુકમાં આગવો અંદાજ
- પ્રી-વેડિંગ સેરેમનીનો અંદરનો અદભુત નજારો
ભારતના સૌથી ધનિક બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમની જામનગરમાં ચાલી રહી છે. ગઈકાલે પ્રથમ દિવસે હોલિવૂડની પોપ સિંગર રિવાનાએ પોતાના પર્ફોર્મન્સથી રંગ જમાવ્યો હતો. ફંકશનને લઈ બોલિવૂડ સ્ટાર, ક્રિકેટરો તેમજ અનેક બિઝનેસમેન સહિત દેશ-વિદેશના મહેમાનો ઉપસ્થિત રહ્યા છે. આ વચ્ચે જે જગ્યાએ પ્રી-વેડિંગ સેરેમની ચાલી રહી છે એનો અંદરનો નજારો સામે આવ્યો છે. રિલાયન્સ ગ્રીન રંગબેરંગી લાઈટોથી ઝગમગી ઊઠ્યું હતું.
રિલાયન્સ ટાઉનશિપમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીમાં અનેક સ્ટારનો જમાવડો જોવા મળી રહ્યો છે. ગત રાતે ફંકશનનો પ્રથમ દિવસ હતો ત્યારે આલીશાન નજારો જોવા મળ્યો હતો. રંગબેરંગી લાઈટોથી સમગ્ર કાર્યક્રમ સ્થળને સજાવવામાં આવ્યું હતું. કાલ રાતની પાર્ટીમાં મોટા ભાગના સેલેબ્સ બ્લેક એન્ડ વ્હાઈટ લુકમાં જોવા મળ્યા હતા. અનંત અને રાધિકાની બગીમાં ધમાકેદાર એન્ટ્રી કરવામાં આવી હતી તેમજ મુકેશ અંબાણીએ ભાવુક સ્પીચ આપી હતી.
મુકેશ અંબાણીએ મોંઘેરા મહેમાનોને આવકાર્યા હતા તેમજ અનંત અને રાધિકાએ પણ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. વિદેશી ફૂલો અને લાઈટ્સથી ડેકોરેશન કરવામાં આવ્યું છે. કોકટેલ પાર્ટી માટે સ્પેશિયલ ડોમ શણગારાયું હતું. રંગબેરંગી રોશનીથી રિલાયન્સ ગ્રીન્સ ઝળહળી ઊઠ્યું હતું.
મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ ફંકશન યોજાઈ રહ્યું હતું. આ ફંકશનમાં હાજરી આપવા માટે દેશ-વિદેશના મહાનુભાવો જામનગરના મહેમાન બન્યા છે. ગઈકાલથી શરૂ થયેલા પ્રી-વેડિંગ ફંકશનમાં મુકેશ અંબાણીએ વેલકમ સ્પીચ આપી તમામ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. મુકેશ અંબાણીની વેલકમ સ્પીચ દરમિયાન સ્ટેજ પર મુકેશ અંબાણી, નીતા અંબાણી અને રાધિકા મર્ચન્ટના પેરેન્ટ્સ જોવા મળ્યાં હતાં.
આ સાથે જ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ પાર્ટીમાં શાહરૂખ ખાન, સલમાન ખાન, સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી, સૈફ અલી ખાન, કરીના કપૂર ખાન, સારા અલી ખાન, ઈબ્રાહિમ અલી, જાહ્નવી કપૂર, માનુષી છિલ્લર સહિત રાની મુખર્જી, મનીષ મલ્હોત્રા, અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, નીતુ કપૂર, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ સહિતની હસ્તીઓ હાજરી આપી રહી છે.