કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય દ્વારા ભાજપ પ્રદેશ પ્રમુખ સાથે કરેલી મુલાકાત બાદ કોગ્રેસ દ્વારા તેઓને તમામ પદો પરથી સસ્પેન્ડ કર્યા છે. સી.આર.પાટીલ સાથે મુલાકાત બાદ ફોટો વાયરલ થયા બાદ કોગ્રેસ દ્વારા નિર્ણય કરાયો છે. પ્રેસ કોન્ફરન્સમાં કોગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જાહેરાત કરી હતી. પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ અંબરીશ ડેર ભાજપમાં જોડાય તે પહેલા જ કોંગ્રેસે તેઓને સસ્પેન્ડ કરી દેતા કોગ્રેસ પક્ષમાં સન્નાટો છવાઈ જવા પામ્યો હતો.
કોંગ્રેસનાં નેતા અંબરીશ ડેર છેલ્લા ઘણા સમયથી ભાજપમાં જોડાવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે આજે અમદાવાદમાં સાયન્સ સીટી ખાતે કોંગ્રેસનાં નેતા તેમજ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વચ્ચે ચર્ચા થઈ હોવાનાં સમાચાર વહેતા થતા રાજકારણમાં ગરમાવો આવી જવા પામ્યો હતો. ત્યારે હવે ગમે તે સમયે કોંગ્રેસના અંબરીશ ડેર ભાજપમાં જોડાઈ શકે છે.અંબરીશ ડેર ક્યારે ભાજપમાં જોડાશે તે બાબતને લઈ હજુ અસમંજસ સ્થિતિ છે. ભૂતકાળમાં અંબરીશ ડેરે ભાજપનાં કાર્યકર્તા તરીકે કામ કર્યું છે. તેમજ લોકસભા સમયે એક બાદ એક સિનિયર નેતાઓ કોગ્રેસ છોડી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં વધુ એક કોંગ્રેસી નેતા ભાજપમાં તેમનાં ટેકેદારો સાથે જોડાશે.
લોકસભા ચૂંટણી પહેલા રાજકારણમાં અનેક મોટા ફેરબદલ થતા હોય છે. સૌરાષ્ટ્રનાં રાજકારણમાં મોટો ફેરફાર થવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જેમાં કોંગ્રેસને નેતા આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપશે. તેમજ વિધિવત રીતે ભાજપમાં જોડાશે. ત્યારે અંબરીશ ડેરને ભાજપ દ્વારા રાજુલા વિધાનસભા બેઠક પર લડાવવાની તૈયારીઓ કરી રહ્યું હોવાની ચર્ચા હાલ ચાલી રહી છે. તો બીજી તરફ રાજુલાનાં ધારાસભ્ય હીરા સોલંકીને ભાજપ દ્વારા લોકોસભાની ટીકીટ આપવા ભાજપ મોવડી મંડળ તૈયાર હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યાર ટૂંક સમયમાં અંબરીશ ડેર ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે.
ભાજપ રાજુલાનાં ધારાસભ્ય હીરા સોલંકીને ભાવનગર લોકસભા બેઠક પર ઉતારવામાં આવે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જેને લઈ ભાવનગર બેઠક પરથી ભારતીબેન શિયાળનું નામ કપાઈ શકે છે. હવે મહત્વની બાબતએ છે કે કોગ્રેસ અને આપ દ્વારા ભાવનગર અને ભરૂચ બેઠક પર ગઠબંધન ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરી છે. ત્યારે વિપક્ષની રણનીતિનો જવાબ આપવા ભાજપ ભાવનગરમાં કોળી સમાજનો ચહેરો ઉતારી શકે છે.