ગુજરાતના રાજકારણમાં છેલ્લા 2 દિવસથી ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે આજે કોંગ્રેસને સૌથી મોટો ફટકો પડ્યો છે રાજુલાના પૂર્વ ધારસભ્ય અમરીશ ડેરએ પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે અને આવતીકાલે કમલમ ખાતે કેસરિયા પણ કરશે.
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં અંબરીશ ડેરના ઘરે પાટીલ સાથે મુલાકાત થઈ છે. આ સમયે માયાભાઈ આહિર પણ ત્યાં હાજર હતા. આ મિટિંગમાં ક્યારે રાજીનામુ આપી ક્યારે જોડાવવું એ બધું અત્યારે નક્કી થઇ રહ્યું છે. તેમજ ભાજપમાં જોડાવવા માટે માયાભાઈએ મનાવ્યા હોવાની રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે. આ બેઠકમાં માયાભાઈ આહીર, પ્રદેશ ભાજપ મંત્રી રઘુ હુંબલ, ભાજપ નેતા ભરત ડાંગર સહિત આહીર સમાજના અગ્રણીઓ હાજર રહ્યાં હતા. તેમજ રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ અને રાજુલાના વતની એવા પી.કે.લહેરી પણ હાજર હતા.
સવાલ એ છે કે, જો અંબરીશ ડેરને ભાજપમાં જોડાશે તો રાજુલાના ધારાસભ્ય અને પૂર્વ સંસદીય સચિવ હિરાભાઈ સોલંકીનું શું થશે? રાજુલા બેઠક પર હીરા સોલંકીનું વર્ચસ્વ રહેલું છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં રાજુલા બેઠક પર અંબરીશ ડેરે જ ભાજપના હિરા સોલંકીને હાર આપી હતી. જે બાદ 2022માં હીરા સોલંકીએ અમરીશ ડેરને હરાવીને પોતાની સીટ કબજે કરી હતી. હવે સવાલ તે છે કે શું હવે ભાજપ સંગઠનમાં લાવીને સૌરાષ્ટ્રમાં અમરીશ ડેરને મોટો હોદ્દો આપી એક યુવા નેતા તરીકે પ્રસ્થાપિત કરશે.?