લગ્નની સિઝનમાં સોનું ખરીદવાનું વિચારી રહ્યાં હોય તો તમારે ખિસ્સાં હળવા કરવા પડી શકે છે. મંગળવારે સોનાની કિંમતોમાં 800 રૂપિયાનો વધારો થયો અને પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 65,000 રૂપિયાના નવા રેકોર્ડ પર પહોંચ્યો હતો એ જ રીતે, ચાંદીના ભાવ પણ 900 રૂપિયા વધીને 74,900 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયા છે, જે અગાઉ 74,900 રૂપિયા પ્રતિ કિલો હતા અગાઉના કારોબારમાં તે 74,000 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થયાં હતા. અગાઉ સોનાનું બજાર પ્રતિ 10 ગ્રામે 64,200માં બંધ થયું હતું આ રીતે જોવા જઈએ તો 800 રુપિયાનો સીધો ઉછાળો આવ્યો છે.