આર્ટિકલ-370 હટાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરૂવારે કાશ્મીરની પહેલી મુલાકાતે છે. અહીંથી પીએમ મોદીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક સેલ્ફી શેર કરી હતી, જે ચર્ચાનો વિષય બની ગઇ છે. પીએમ મોદીએ પુલવામામાં રહેતા પોતાના ‘મિત્ર’ નઝીમ સાથે ‘એક્સ’ પર એક સેલ્ફી શેર કરી હતી. આ પોસ્ટમાં પીએમ મોદીએ લખ્યું, “મારા મિત્ર નાઝિમ સાથે એક યાદગાર સેલ્ફી. હું તેમના સારા કામથી પ્રભાવિત થયો છું. મીટિંગમાં તેમણે મને સેલ્ફી લેવાની વિનંતી કરી હતી અને તેમને મળીને ખુશ થયા હતા. તેમના ભવિષ્યના પ્રયાસો માટે હું તેમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. પીએમ મોદીની આ પોસ્ટ બાદ સવાલ ઉઠી રહ્યો છે કે કોણ છે નઝીમ, જેને પીએમ મોદીએ પોતાનો મિત્ર ગણાવ્યો છે.
હકીકતમાં પીએમ મોદી સાથે સેલ્ફી ક્લિક કરનાર નાઝિમ વિકસિત ભારત કાર્યક્રમના લાભાર્થી છે અને તેમણે વિકસિત ભારત વિકસિત જમ્મુ-કાશ્મીર કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી સાથે વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન નઝીમે પીએમ મોદીને મધ વેચનાર તરીકેની પોતાની સફર વિશે માહિતી આપી હતી. નઝીમે વર્ષ 2018માં પોતાના ઘરની છત પરથી મધ વેચવાની આ સફર શરૂ કરી હતી. તેમણે કહ્યું કે તે પછી તે 10માં ધોરણમાં હતો અને તે સમય દરમિયાન મધમાખી ઉછેર શરૂ કર્યો.
જેમ જેમ રસ વધતો ગયો તેમ તેમ મધમાખી ઉછેર પર વધુ ઓનલાઇન સંશોધન કરવાનું શરૂ કર્યું. 2029માં સરકાર પાસેથી મને મધમાખીઓના 25 બોક્સ માટે 50 ટકા સબસિડી મેળવી. મેં તેમાંથી 75 કિલો મધ કાઢ્યું. મેં આ મધને ગામડાઓમાં વેચવાનું શરૂ કર્યું, જેના માટે મને 60,000 હજાર રૂપિયા મળ્યા. ત્યાર બાદ ધંધો વિસ્તાર્યો અને 25 બોક્સના 200 બોક્સ કર્યાં આ પછી મેં પ્રધાનમંત્રી રોજગાર નિર્માણ કાર્યક્રમની મદદ લીધી. આ યોજના હેઠળ મને 5 લાખ રૂપિયા મળ્યા અને 2023મા પાંચ હજાર કિલો મધ વેચ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન નઝીમ સાથે વાતચીત કરતા પ્રધાનમંત્રીએ તેમને પૂછ્યું હતું કે, જ્યારે તેઓ નાના હતા ત્યારે તેઓ શું બનવા માગે છે. આના પર તેમણે જવાબ આપ્યો કે તેના માતા-પિતા ઈચ્છતાં હતા કે હું ડોક્ટર અથવા એન્જિનિય બન્યું પરંતુ હું કંઈક અલગ કરવા માગતો હતો. આના પર પીએમ મોદીએ નઝીમને કહ્યું કે તમારા પરિવારે તમારી ક્ષમતાને ઓળખી લીધી હતી અને તમે ડૉક્ટર બની શક્યા હોત, પરંતુ તમે તે રસ્તો ન અપનાવ્યો અને આમ કરીને તમે કાશ્મીરમાં મીઠી ક્રાંતિનું નેતૃત્વ કર્યું છે. તમને ખૂબ ખૂબ અભિનંદન.