અગામી લોકસભા ચુંટણીની તારીખો ટૂંક સમયમાં જાહેર થઇ શકે છે. એપ્રિલ- મેમાં મતદાન થઇ શકે છે તે પહેલા ચુંટણી લડી રહેલા પક્ષો ઉમેદવારોના નામની જાહેરાત કરી રહ્યા છે. તાજેતારમાં ભાજપના ભાજપને 195 ઉમેદવારોની પ્રથમ યાદી પણ બાહર પાડી હતી. હવે વધુ નામોની ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન ભાજપે ટીમ ઇન્ડીયાના ફાસ્ટ બોલર મહમ્મદ શામીને સંપર્ક કર્યો છે ભાજપ લોકસભા ચુંટણીમાં શમીને ટીકીટ આપી શકે છે.
ભાજપ મોહમ્મદ શમીને ચુતાનીમાં ઉતારવાનું વિઈચારી રહી છે. આ માટે તેમનો સંપર્ક કરવામાં આવ્યો છે. જોકે, શમીએ હજુ અંતિમ નિર્ણય લીધો નથી. સુત્રોને ટાંકીને કહેવમાં આવ્યું છે કે મોહમ્મદ શમી સાથેની વાતચીત દરમિયાન તેને પશ્ચિમ બંગાળથી ચુંટણી લડવા માટે કહેવામાં આવ્યું હતું. ભાજપ બંગાળની બ્સીર્હાત સીટ પરથી મોહમ્મદ શમીને મેદાને ઉતારવા માંગે છે. હાલમાં આ સીટ પરથી તૃણમૂલ કોગ્રેસની નુસરત જહાના સંસદ છે અને સંદેશ્ખાલીનો વિસ્તાર પણ આ સંસદીય સીટ હેઠળ આવે છે. આ એ જ સંદેશ્ખાલી છે, જ્યાં તાજેતરમાં મોટી સખ્યામાં મહિલાઓએ પૂર્વ ટીએમસી નેતા શાહજહાં શેખ અને અન્યો પર ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. ઘણા દિવસના વિરોધ બાદ આખરે શાહજહાની ધરપકડ કરીને CBI ને સોપવામાં આવ્યો હતો. મોહમ્મદ શમી પશ્ચિમ બંગાળ માટે સ્થાનિક ક્રિકેટ સમી ચુક્યો છે. તે જ સમયે તેનો ભાઈ મોહમ્મદ કૈફ પણ પશ્ચિમ બંગાળ માટે રણજી રમે છે. આ વર્ષની શરૂઆતમાં રમાયેલી મેમાં શમીના ભાઈએ ખુબજ જોરદાર પ્રદશન કર્યું હતું. અને ચાર વિકેટ પણ લીધી હતી. મોહમ્મદ શમીના પશ્ચિમ બંગાળ સાથેના જોડાણને કારને ભાજપ તેને ત્યાંથી ટીકીટ આપવા પર વિચાર કરી રહી છે.