જાહેર કરાયેલા 39 માંથી 15 ઉમેદવાર જનરલ તથા 24 ઉમેદવાર ST, SC અને OBC સમુદાયના, ત્રિવેન્દ્રમ થી શશી થરૂરને અપાઈ ટિકિટ તો છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પણ લડશે ચૂંટણી.
કોંગ્રેસની પ્રથમ યાદીમાં શશિ થરૂરનું નામ પણ સામેલ છે. શશિ થરૂર તિરુવનંતપુરમથી લોકસભા ચૂંટણી લડશે. જ્યારે ડીકે સુરેશને બેંગલુરુ ગ્રામીણમાંથી તક આપવામાં આવી છે. કોરબામાંથી જ્યોત્સના મહંતને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જ્યારે કેસી વેણુગોપાલને અલાફુજાથી તક આપવામાં આવી છે.
કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024 માટે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વાયનાડથી ચૂંટણી લડશે. જ્યારે રાજેન્દ્ર શાહુને દુર્ગથી ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસની પ્રથમ યાદીમાં 39 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
કોંગ્રેસની પ્રથમ યાદીમાં શશિ થરૂરનું નામ પણ સામેલ છે. શશિ થરૂર તિરુવનંતપુરમથી લોકસભા ચૂંટણી લડશે. જ્યારે ડીકે સુરેશને બેંગલુરુ ગ્રામીણમાંથી તક આપવામાં આવી છે. કોરબામાંથી જ્યોત્સના મહંતને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જ્યારે કેસી વેણુગોપાલને અલાફુજાથી તક આપવામાં આવી છે.
પાર્ટીની પ્રથમ યાદીમાં સામાન્ય કેટેગરીના 15 ઉમેદવારો અને SC-ST અને OBC કેટેગરીના 24 ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એવા 12 ઉમેદવારો છે જેમની ઉંમર 50 વર્ષથી ઓછી છે.