આગામી લોકસભાની ચૂંટણીઓને ધ્યાને લઈને તમામ જિલ્લા અને મહાનગરોમાં તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. ત્યારે ગુજરાતના અરવલ્લી જીલ્લાના ભિલોડા પોલીસ દ્વારા પેરામિલેટરી ફોર્સ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી, જેમાં ભિલોડા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ. પી. ગરાસીયા તથા પોલીસ સ્ટાફ અને સીઆઈએસએફના જવાનો દ્વારા ફ્લેગ માર્ચ યોજી પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું, ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા સ્થિતિ જળવાઈ રહે તે માટે ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યું હતું.