સેમિકન્ડક્ટર્સનું મુખ્ય કેન્દ્ર બનવાના ભારતના પ્રયાસોમાં આજનો દિવસ ખાસ રહેશે. આ કાર્યક્રમમાં 60000 થી વધુ સંસ્થાઓના વિદ્યાર્થીઓ ભાગ લેશે. પીએમએ યુવાનોને કાર્યક્રમમાં ભાગ લેવા વિનંતી કરી છે. વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે પી એમ મોદી બુધવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વંચિત વર્ગના ઉદ્યોગસાહસિકોને લોન સહાય માટે આઉટરીચ પ્રોગ્રામમાં પણ ભાગ લેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘ઇન્ડિયાઝ ટેકેડ ચિપ્સ ફોર વિકસિત ભારત’ કાર્યક્રમમાં ભાગ લેશે. તેઓ ગુજરાતમાં ધોલેરા સર અને સાણંદ, આસામના મોરીગાંવમાં આશરે રૂ. 1.25 લાખ કરોડના મૂલ્યના ત્રણ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ યોજનાથી સેમિકન્ડક્ટર ઇકો-સિસ્ટમ મજબુત થશે અને યુવાનો માટે રોજગારીની તકો ઊભી થશે.
પીએમ મોદીએ X પર પોસ્ટ કરી કહ્યુ કે સેમિકન્ડક્ટર્સનું મુખ્ય કેન્દ્ર બનવાના ભારતના પ્રયાસોમાં આ એક ખાસ દિવસ હશે. આ કાર્યક્રમમાં 60,000 થી વધુ સંસ્થાઓના વિદ્યાર્થીઓ ભાગ લેશે. સાણંદ ખાતે આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ (OSAT) સુવિધા CG પાવર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સોલ્યુશન્સ લિમિટેડ દ્વારા સેમિકન્ડક્ટર એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ (ATMP) માટેની નવી યોજના હેઠળ સ્થાપિત કરવામાં આવશે. તેનું કુલ રોકાણ રૂ. 7,500 કરોડની આસપાસ હશે. આ સુવિધાઓ દ્વારા સેમિકન્ડક્ટર ઇકો-સિસ્ટમ મજબૂત થશે અને તેના મૂળ ભારતમાં વધુ મજબૂત બનશે. આ એકમો સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં હજારો યુવાનોને રોજગાર પ્રદાન કરશે અને ઇલેક્ટ્રોનિક્સ, ટેલિકોમ્યુનિકેશન વગેરે