જામનગરમાં વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા અને વ્યવસાયે વકીલ એવા હારૂન પાલેજાની બુધવારે સાંજે બેડી વિસ્તારમાં સરાજાહેર હત્યા થતા ચકચાર મચી છે. હારુન પાલેજા બેડી વિસ્તારમાંથી પોતાનું બાઈક લઈ પસાર થઈ રહ્યા હતા ત્યારે જ 10 જેટલા શખ્સો તિક્ષણ હથિયારો લઈ તૂટી પડ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા નેતાને હોસ્પિટલ ખસેડવામાં આવતા ડોકટરે તેને મૃત જાહેર કર્યા હતા. ઘટનાના પગલે જામનગર એસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પર પહોંચી ગયો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. હારૂન પાલેજાની હત્યાના વિરોધમાં જામનગરના વકીલ મંડળ દ્વારા આજે કોર્ટ કામગીરીથી અળગા રહેવાની જાહેરાત કરી હતી. હારુન પાલેજાની હત્યા બાદ. બેડી વિસ્તારમાં કોમ્બીંગ કરવામાં આવ્યું હતું. ત્યારે આજે એક પાકી બાતમીના આધારે પોલીસે આ મામલે મુખ્ય આરોપી શબીર સંગહારને ઝડપી પાડ્યો છે. શબીર જયપુરથી દુબઈ ભગવાની ફિરાકમાં હતો અને તેને દુબઈની ટીકીટ પણ બુક કરવી હતી તે પહેલા જ જામનગર પોલીસે તેને દબોચી લીધો છે. ત્યારે પોલીસે બીજા ફરાર આરોપીઓને ઝડપી પાડવા અનેક જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.