અમદાવાદની તક્ષ્વી હર્નિલ વાઘાણી જે 6 વર્ષની છે. આજે તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગ કર્યું. 4 વર્ષની હતી ત્યારથી સ્કેટિંગનો શોખ હતો. પરંતુ તેનો શોખ એક હુનૂર બની ગયો. અત્યાર સુધીમાં લિમ્બો સ્કેટિંગ કરીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ, ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ અને ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે જેમાં suv કાર નીચે લોએસ્ટ લિમ્બો સ્કેટિંગ કર્યું હતું હવે ગીનીસ બુક ઓફ રેકોર્ટ સ્થાન મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. રિવરફ્રન્ટ પર તક્ષવી હર્નિલ વાઘાણીએ 16 સેમી. હાઈટ નીચે 25 મીટર લોએસ્ટ લિમ્બો સ્કેટિંગ કર્યું અને ગિનિસ બુક ઓફમાં સ્થાન મેળવવા માટે સબમિટ કરશે. ખૂબ મહેનત અને ચેલેન્જ હોય છે પરંતુ 6 વર્ષની તક્ષ્વી હર્નિલ વાઘાણીએ મહેનત કરી તેનો ગોલ પૂર્ણ કરી રહી છે.