સીએમ અરવિંદ કેજરીવાલ શનિવારે દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસમાં રાઉસ એવન્યુ કોર્ટમાં હાજર થયા છે. દારૂ કૌભાંડમાં CM કેજરીવાલને કોર્ટમાંથી જામીન મળ્યા છે, તેમને 15 હજાર રૂપિયાના બોન્ડ ભરવા પડશે. આ કેસની સુનાવણી રાઉઝ એવન્યુના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દિવ્યા મલ્હોત્રાની કોર્ટમાં ચાલી રહી છે. મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસમાં શનિવારે કોર્ટમાંથી મોટી રાહત મળી છે. રાઉસ એવન્યુ કોર્ટે કેજરીવાલની જામીન અરજી સ્વીકારી અને તેમને જામીન આપ્યા છે. કોર્ટે મુખ્યમંત્રી કેજરીવાલને 15,000 રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા છે. અગાઉ આ જ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ વતી હાજર થવા માટે કેજરીવાલને 8 વખત સમન્સ જારી કરવામાં આવ્યા હતા, પરંતુ તેઓ એક વખત પણ હાજર થયા ન હતા.કોર્ટમાંથી રાહત મળ્યા બાદ કેજરીવાલ કોર્ટમાંથી બહાર આવ્યા હતા. જોકે સમન્સ દ્વારા નોંધાયેલા બે કેસની સુનાવણી ચાલુ રહેશે.
અગાઉ શુક્રવારે કેજરીવાલને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી ઝટકો લાગ્યો હતો. કોર્ટે અદાલતના સમન્સ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો અને વચગાળાની રાહત માટેની તેમની અરજી પર સ્થગિત કરવાની કેજરીવાલની વિનંતીને ફગાવી દીધી હતી. કોર્ટે અરવિંદ કેજરીવાલને હાજર રહેવામાંથી મુક્તિ માટે નીચલી કોર્ટમાં જવા કહ્યુ હતું. કેજરીવાલે દારૂ નીતિમાં કથિત કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહેલા EDની ફરિયાદ પર તેમને સમન્સ મોકલવાના મેજિસ્ટ્રેટના આદેશને પડકાર્યો હતો.કોર્ટે સમન્સ પર કોઈ સ્ટે મૂક્યો નથી જેમાં તેને કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. જેને લઇ આજે તેઓ કોર્ટમાં હાજર રહ્યા હતા. કોર્ટે કહ્યું કે જો કેજરીવાલ મુક્તિ ઈચ્છે છે, તો તેમણે સમન્સને લઇ હાજર થવું પડશે. કોર્ટના આદેશનું પાલન કરવા માટે કેજરીવાલે હાજર રહેવું પડશે. કોર્ટે કહ્યું કે જો તેને રુબરુ હાજરીમાંથી મુક્તિ જોઈતી હોય તો સંબંધિત કોર્ટ સમક્ષ રજુઆત કરી શકે છે. આજે કેજરીવાલ હાજર રહેતા તેમને જામીન મળી ગયા છે. તમને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલે દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં રારૂઝ એવન્યુ કોર્ટ દ્વારા તેમને મોકલેલા સમન્સને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. રાઉઝ એવન્યુ કોર્ટે અરવિંદ કેજરીવાલને 16 માર્ચે કોર્ટમાં હાજર થવા માટે સમન્સ પાઠવ્યું હતું. કેજરીવાલે અરજીમાં કહ્યું હતું કે તેમને 16 માર્ચે હાજર રહેવામાંથી મુક્તિ આપવામાં આવે અને તેમના વકીલને તેમનું પ્રતિનિધિત્વ કરવાની મંજૂરી આપવામાં આવે. EDએ કેજરીવાલની આ અરજીનો વિરોધ કર્યો હતો.