ચૂંટણી પંચ આજે લોકસભા ચૂંટણીની તારીખ જાહેર કરશે અને આ પહેલા ભારતીય જનતા પાર્ટીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લઈને ગીત લોન્ચ કર્યું છે. કેન્દ્રમાં સત્તામાં હેટ્રિક બનાવવાનો પ્રયાસ કરી રહેલી ભાજપે શનિવારે ‘મેં મોદી કા પરિવાર હૂં’ નામનું ગીત રીલીઝ કર્યું છે અને આ 3 મિનિટ 13 સેકન્ડના ગીતમાં મોદી સરકારની સિદ્ધિઓ પણ ગણાવવામાં આવી છે.
લોકસભા ચૂંટણી-2024ને ધ્યાનમાં રાખીને ભાજપ પાર્ટીએ કમર કસી લીધી છે. પીએમ મોદીએ મેરા ભારત, મેરા પરિવાર અભિયાન શરૂ કર્યું છે. જેનું થીમ સોંગ એમને પોતાના સોશ્યિલ મીડિયા ટ્વિટર ‘X’ પર પોસ્ટ કર્યું છે.આ વીડિયોમાં સામાન્ય માણસ, ગરીબ ખેડૂત, ઓટો ડ્રાઈવર, મહિલા સુરક્ષા, યુવા બતાવવામાં આવ્યા છે.
લગભગ 3 મિનિટ 13 સેકન્ડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સરકાર આ ગીત દ્વારા જનતા માટે ની કલ્યાણકારી યોજનાઓ વિશે પણ માહિતગાર કરે છે. આ સાથે મોદી સરકારની કિસાન સન્માન નિધિ યોજના, હર ઘર નળ યોજના, ઉજ્જવલા યોજના અને પીએમ આવાસ યોજના જેવી યોજનાઓ વિશે પણ આ વિડીયોમાં બતાવવામાં આવ્યું છે.
જણાવી દઈએ કે 3 માર્ચે રાષ્ટ્રીય જનતા દળ ના પ્રમુખ લાલુ પ્રસાદે પટનામાં વિપક્ષી ગઠબંધન ‘ભારત’ના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં વડાપ્રધાન મોદી પર ‘પોતાનો પરિવાર ન હોવાને લઈને કટાક્ષ કર્યો હતો. ‘ આ પછી ભાજપના નેતાઓએ વડાપ્રધાન મોદીના સમર્થનમાં આ અભિયાન શરૂ કર્યું હતું. 4 માર્ચે, વડા પ્રધાન મોદીએ સમગ્ર રાષ્ટ્રને પોતાનો પરિવાર ગણાવ્યા હતા, બસ ત્યારથી જ આ એક અભિયાન શરૂ થયું હતું અને હવે આ ગીત રીલીઝ કરવામાં આવ્યું છે. આ ગીત ઘણું જલ્દી વાયરલ થય રહ્યું છે.