અમદાવાદમાં ફરી એકવાર છેડતીનો બનાવ બન્યો છે. SVP હોસ્પિટલમાં મહિલાઓ સુરક્ષિત ન હોય તેવો બનાવ બન્યો આવી છે. ગર્ભવતી મહિલા સાથે ડોક્ટરે છેડતી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગાયનેક વિભાગના ડોક્ટરે એક ગર્ભવતી મહિલા સાથે શારરિક અડપલા કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
SVP હોસ્પિટલમાં એક ગર્ભવતી મહિલા ચેકઅપ માટે ગઈ હતી. તે દરમિયાન ગાયનેક વિભાગના ડોક્ટરે સોનોગ્રાફીનો રિપોર્ટ કરતી વખતે છેડતી કરી હોવાનો આક્ષેપ કરાયો છે. પરિજનોએ છડતી કરનાર ડોક્ટર વિવેક સામે એલીસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે.
અત્યારે છેડતીની ફરિયાદ એલીસબ્રિજ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાઈ છે. જે સમગ્ર બાબતને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે. જો કે, આક્ષેપ ખૂબ જ ગંભીર છે. કારણ કે રક્ષક જ ભક્ષક બનશે તો શું ? જે સૌથી મોટો સવાલ અહીં ઉભો થાય છે. કારણ કે, ડોક્ટરને ભગવાનનો બીજો સ્વરૂપ ગણવામાં આવે છે. તે જ આવી હરકત કરે તે ખૂબ જ નિંદનીય છે