લોકસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચે એક મોટો નિર્ણય લીધો છે. ચૂંટણી પંચે યુપી અને ગુજરાત સહિત 6 રાજ્યોના ગૃહ સચિવોને હટાવી દેવાનો નિર્ણય લીધો છે. ચૂંટણી પંચે બંગાળના ડીજીપીને પણ હટાવાનો આદેશ આપ્યો છે. ચૂંટણી પંચનું કહેવું છે કે આ કાર્યવાહી ચૂંટણીમાં સમાન અવસર સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી છે. ચૂંટણી પંચની આ કાર્યવાહીથી કડક સંદેશ જાય છે કે લોકસભા ચૂંટણી 2024નું આયોજન સમાન સ્તર પર કરવામાં આવશે.
ગુજરાતના ગૃહ સચિવ પંકજ જોશી વર્ષ 1989 બેચના આઈએએસ છે. પંકજ જોશી અગાઉ નાણાં વિભાગ, એનર્જી અને પેટ્રોકેમિકલ વિભાગના પણ એસીએસ રહી ચૂક્યા છે.નિર્વિવાદીત છબિ ધરાવતાં પંકજ જોષી તાજેતરમાં જ અધિક ગૃહ સચિવ તરીકે નિયુક્ત થયા હતા. તત્કાલીન આઈએએસ મુકેશ પુરી 31 જાન્યુઆરી, 2024ના રોજ નિવૃત્ત થયા બાદ પંકજ જોષીને ગૃહ વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો હતો. પંકજ જોશી વર્ષ 1989 બેચના આઈએએસ છે. વર્ષ 1989 બેચના આઈએએસ પંકજ જોષી હાલ મુખ્યમંત્રી કાર્યાલયમાં એસીએસ તરીકેનો કાયમી હવાલો સંભાળે છે પંકજ જોશી અગાઉ નાણાં વિભાગ, એનર્જી અને પેટ્રોકેમિકલ વિભાગના પણ એસીએસ રહી ચૂક્યા છે. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના ડીજીપીને 2016માં વિધાનસભા ચૂંટણી અને 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન સક્રિય ચૂંટણી ડ્યુટી પરથી હટાવી દેવામાં આવ્યા હતા.