ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ના ઉદઘાટન સમારોહમાં ગાયક એઆર રહેમાન, સોનુ નિગમ અને બોલિવૂડ કલાકારો અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ પરફોર્મ કરશે. IPLએ બુધવારે આ જાણકારી આપી. 22મી જાન્યુઆરીએ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચેની મેચ પહેલા ચેન્નાઈમાં સાંજે 6:30 કલાકે સેરેમની ગત સિઝનમાં અભિનેત્રી તમન્ના ભાટિયા અને ગાયક અરિજીત સિંહે પરફોર્મ કર્યું હતું.
આ પહેલા બોલિવૂડ સ્ટાર્સ શાહરૂખ ખાન, સલમાન ખાન અને અમેરિકન સિંગર્સ પિટબુલ, કેટરિના કૈફ, કરીના કપૂર અને દીપિકા પાદુકોણ પણ IPLમાં પરફોર્મ કરી ચૂક્યા છે.ઈન્ડિયન પ્રીમિયર લીગ-2024ની 21 મેચનું શેડ્યૂલ ગયા મહિને જાહેર કરવામાં આવ્યું હતું. લોકસભા ચૂંટણીઓને કારણે આ સિઝનનું સંપૂર્ણ શેડ્યૂલ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.આ સિઝનની પ્રથમ મેચ 22 માર્ચે ચેપોક સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાશે.પ્રથમ તબક્કામાં 22 માર્ચથી 7 એપ્રિલ સુધીનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન, 17 દિવસમાં 21 મેચો રમાશે, જેમાં 4 ડબલ હેડર (એક દિવસમાં બે મેચ) સામેલ હશે.IPLની છેલ્લી સિઝનનો ખિતાબ ચેન્નઈ સુપર કિંગ્સે મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં જીત્યો હતો. અમદાવાદમાં રમાયેલી ફાઈનલ મેચમાં ટીમે ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં CSK અને MIએ 5-5 ટાઇટલ જીત્યા છે.