સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઇન સામગ્રી પર નજર રાખવા માટે બનાવેલી ફેકત ચેક યુનિટ પર પ્રતિબંધ મુક્યો છે. ચીફ જસ્ટિસની બેન્ચે કહ્યું કે આ અભિવ્યક્તિ આઝાદી માટે ખતરો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના ફેકટ ચેક યુનિટ પર પ્રતિબંધ મૂક્યો છે, જે ઓનલાઈન સામગ્રી પર નજર રાખવા માટે બનાવવામાં આવી હતી. ગયા વર્ષે એપ્રિલમાં જ આની જાહેરાત કરતી વખતે કેન્દ્ર સરકારે કહ્યું હતું કે તેનું કામ સરકાર વિશે આપવામાં આવેલી માહિતીની હકીકત તપાસવાનું રહેશે. આઈટી નિયમોમાં ફેરફાર કરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે વાંધો પણ ઉઠાવવામાં આવ્યો હતો અને તે અભિવ્યક્તિની સ્વતંત્રતા વિરુદ્ધ હોવાનું કહેવાય છે. આ નિયમ હેઠળ એવું કહેવામાં આવ્યું હતું કે જો ફેકટ ચેક યુનિટ કોઈપણ માહિતીને ખોટી જાહેર કરશે તો તેને ફરીથી પ્રકાશિત કરવા અને શેર કરવા પર પ્રતિબંધ રહેશે.
આવા બદલાવને લઇને નાગરિકો, વિપક્ષ સમુહ અને મીડિયા સંસ્થાઓ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે અભિવ્યક્તિની સ્વતંત્રતાના દૃષ્ટિકોણથી આ ખતરનાક હશે. જો કે સરકારે આવી ચિંતાઓને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે હકીકત તપાસની કામગીરી વિશ્વસનીય રીતે કરવામાં આવશે.
કેન્દ્રએ PBI હેઠળના ફેક્ટ ચેક યુનિટને સરકારના ફેકટ ચેક યુનિટ તરીકે સૂચિત કર્યું. તમને જણાવી દઈએ કે PIBએ ભારત સરકારના વિવિધ મંત્રાલયો, વિભાગો વગેરેને લગતા ભ્રામક સમાચારોના મુદ્દાને ઉકેલવા માટે FCUની રચના કરી હતી. PIB અનુસાર, આ એકમ સરકારી નીતિઓ, નિયમો, જાહેરાતો અને પગલાં વિશેના દાવાની ચકાસણી કરે છે. પીઆઈબી હેઠળ ફેક્ટ ચેક યુનિટની સ્થાપના નવેમ્બર 2019માં કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ બનાવટી સમાચારો અને ખોટી માહિતી ફેલાવનાર અને પ્રસારકોને ઓળખવાનો હતો. તે લોકોને ભારત સરકારને લગતી શંકાસ્પદ અને શંકાસ્પદ માહિતીની જાણ કરવા માટે એક સરળ માર્ગ પણ પ્રદાન કરે છે. એફસીયુને સરકારી નીતિઓ, પહેલો અને યોજનાઓ પર ખોટી માહિતીનો સામનો કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. એફસીયુ સક્રિયપણે ખોટી માહિતી અભિયાનો પર નજર રાખે છે.