રાજ્યમાં બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા ચાલી રહી છે. જેમાં આજે અમદાવાદ ગ્રામ્યમાં ધોરણ 10 બોર્ડના સંસ્કૃતના પેપરમાં કોપી કેસ નોધાયા છે. ઘાટલોડિયાની R.H. કાપડિયા સ્કૂલમાં પરીક્ષા ચાલી રહી છે. આ કેન્દ્ર પર વિદ્યાર્થિની હાથ પર જવાબો લખીને આવી હતી. પરીક્ષા દરમિયાન ખંડ નિરીક્ષકને આ અંગે માલુમ પડ્યુ હતું. જેને લઇને કેન્દ્રના જવાબદાર અધિકારીને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ વિદ્યાર્થીની સામે કોપી કેસ નોધવામાં આવ્યો છે.
રાજ્યમાં ધોરણ 12ની બોર્ડ પરીક્ષામાં કોપી કેસ નોધાતા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.બોર્ડ દ્વારા આ વખતે ગેરરીતી અટકાવવા માટે ખાસ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. કેન્દ્ર પર CCTV કેમેરા લગાવાયા છે. અને કેમેરાની નજર સામે પરીક્ષા લેવામાં આવી રહી છે. પરીક્ષા બાદ પણ કેન્દ્ર પરના ફુટેજ ચકાસવામાં આવનાર છે. બોર્ડની પરીક્ષામાં કોઇપણ પ્રકારની ગેરરીતી ચલાવી લેવામાં નહી આવે. કેન્દ્ર પરના સીસીટીવીની ચકાસણી પણ બોર્ડ દ્વારા કરવામાં આવી રહી છે.
સંસ્કૃતનું આજે ધોરણ 10માં પેપર બોર્ડ દ્વારા લેવામાં આવ્યુ હતું. પરીક્ષા દરમિયાન અમદાવાદમાં એક કોપી કેસ સામે આવ્યો છે. ઘાટલોડીયાની આર.એચ.કાપડિયા સ્કુલમાં સંસકૃતનું પેપર લેવાઇ રહ્યુ હતું ત્યારે એક વિદ્યાર્થીની પોતાના હાથ પર જવાબો લખીને આવી હોવાનું પરીક્ષાા દરમિયાન વર્ગ ખંડના નિરીક્ષકના ધ્યાન પર આવ્યુ હતું. જેથી તેણે વિદ્યાર્થીની સામે કાર્યવાહી માટે કેન્દ્રના નિરિક્ષકને જાણ કરી હતી. ત્યાર બાદ વિદ્યાર્થીની સામે કોપીકેસ નોધવામાં આવ્યો છે.
પરીક્ષામાં ગેરરિતી કરતા વિદ્યાર્થીઓ સામે બોર્ડ દ્વારા પગલા લેવામાં આવી રહ્યા છે. રાજ્યમાં બોર્ડની પરીક્ષા ચાલ રહી છે. ચાલુ વર્ષમાં જ અત્યાર સુધીની વાત કરીએ તો ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5 કોપી કેસ નોધાયા છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં 6 કોપી કેસ નોધાયા છે. ધોરણ 12માં સામાન્ય પ્રવાહની પરીક્ષામાં નોધાયેલા કોપીકેસની વાત કરીએ તો જામનગરમાં 1, આણંદમાં 4 કોપી કેસ નોંધાયા છે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં સુરતમાં 1 કોપી કેસ નોંધાયો છે.
પરીક્ષાઓમાં ગેરરીતિના કિસ્સામાં દોષિત વ્યક્તિને દોષિત ઠર્યેથી ૩ વર્ષ કરતાં ઓછી ન હોય અને ૫ વર્ષ સુધી લંબાવી શકાય તેવી કેદની સજા અથવા રૂ.2,00,000 સુધીનો દંડ અથવા બંને શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે. તેમ મંત્રી ઋષિકેશ પટેલે વિગતો આપતા ઉમેર્યું હતું. ચાલુ બોર્ડની પરિક્ષામાં જ અગાઉ આણંદમાં ધોરણ 12ની પરીક્ષામાં માસ કોપી કેસ નોધાયો હતો. કરમસદની સરદાર પટેલ વિદ્યામંદિર શાળામાં વિદ્યાર્થીઓને કોપી કરાવતા પરીક્ષા કેન્દ્રના 50 કર્મીઓ સસ્પેન્ડ કરી દેવાયા છે. પરીક્ષામાં વિદ્યાર્થીઓને બારીમાંથી જવાબ લખાવ્યા હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલો સામે આવતા DEOએ તપાસના આદેશ આપ્યા હતા અને તાત્કાલીક અસરથી વિદ્યાર્થીઓના હિતમાં પરીક્ષા કેન્દ્ર રદ્દ કરવામાં આવ્યું હતું.